મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ અરવલ્લી જીલ્લો રાજસ્થાન રાજ્યને અડીને આવેલો હોવાથી બુટલેગરો જીલ્લાના વિવિધ માર્ગે નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ રાજ્યમાં ઠાલવી રહ્યા છે. પોલીસ પકડથી બચવા નિતનવા કીમિયા પણ અપનાવી રહ્યા છે. શામળાજી પોલીસે અણસોલ ગામ નજીક રાજસ્થાન તરફથી આવતી આઈશર ટ્રકમાં ઈલાઈચીના ફોતરાંના કટ્ટાની આડમાં સંતાડીને ઘુસાડાતો વિદેશી દારૂનો ૪.૩૨ લાખના વિદેશી દારૂ સાથે બે શખ્શોને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શામળાજી પીએસઆઈ સંજય શર્મા એને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ અને શામળાજી પંથકમાં માર્ગનો ઉપયોગ કરી વિદેશી દારૂ ઘુસાડાતા બુટલેગરો પર તવાઈ બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. બુટલેગરો સતત નિતનવા નુસખા અપનાવી વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ બન્યા છે.

શામળાજી પોલીસે અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપે પસાર થઈ રહેલી આઈશર ટ્રક (ગાડી.નં. HR. 38. T. 3551) ને અટકાવી તલાસી લેતા ટ્રકમાંથી ઈલાઈચીના ફોતરાંના કટ્ટા ભરેલા હતા. કટ્ટા હટાવતાની સાથે વિદેશી દારૂની પેટી નંગ-૯૦ કુલ બોટલ નંગ-૧૦૮૦ કિં.રૂ.૪૩૨૦૦૦/- તથા ટ્રક સહીત કુલ મુદ્દામાલ રૂ. ૧૩૩૩૦૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક-ડ્રાઈવર અને કલીનરને દબોચી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.