મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ ગુજરાત પોલીસ નશાબંધીનો અમલ કરવા સોશ્યલ મીડિયાઓ સહારો લઈ જાણે રાજ્યમાં દેશી- વિદેશી દારૂ ક્યાં મળે છે તેના થી મોટે ભાગે જાણતી હોવા છતાં પ્રજાજનો પર પોલીસતંત્રની સ્વચ્છ છબી ઉપસાવવા વોટ્સએપ્પ નંબર અને ફેસબુક આઈડી જાહેર કરી મોટી મોટી જાહેરાતો કરી રહી છે બીજીબાજુ અરવલ્લી-સાબરકાંઠા જીલ્લા પોલીસતંત્રની આંખ નીચે વર્ષ દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ બુટલેગરો રાજસ્થાન સહીત ઉત્તર ભારતના રાજ્યો માંથી બંને જીલ્લાની સરહદો પરથી ઠાલવી રહ્યા છે.

 શામળાજી પોલીસસ્ટેશનના પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે આશ્રમ ચાર રસ્તા નજીક વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા ભિલોડા તરફથી આવતી ડસ્ટર કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલકે કાર દોડાવી મુકતા શામળાજી પોલીસે ડસ્ટર કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારમાં બનાવેલ ગુપ્તખાના માંથી ૬૭૨૦૦/- નો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ અને અંતરિયાળ વિસ્તારોમાંથી વિદેશી દારૂ ઘુસાડાતો અટકાવવા માટે વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું શનિવારે વહેલી સવારે આશ્રમ ચોકડી નજીક વાહન ચેકીંગ દરમિયાન પસાર થતી ડસ્ટર કાર (ગાડી.નં- GJ.01.RD.9297 ) ને અટકવાવા જતા કાર ચાલકે મોડાસા તરફ ડસ્ટર દોડાવી મુકતા શામળાજી પોલીસે જીપમાં પીછો કરતા લાલપુર ગામ નજીક ડસ્ટર કારને પંક્ચર પડતા ડસ્ટર કારનો ચાલક કાર લાલપુર ગામ નજીક રોડ પર મૂકી રફુચક્કર થઈ જતા પીછો કરતી પહોંચેલી પોલીસે ડસ્ટર કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૬૭ કિં.રૂ.૬૭૨૦૦/- તથા ડસ્ટર કારની કિં.રૂ.૪૦૦૦૦૦/- મળી કુલ રૂ.૪૬૭૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર ડસ્ટર કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.