મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ રાજસ્થાનને અડીને આવેલી અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઠાલવવા માટે બુટલેગરો પ્રયત્નશીલ રહે છે. શામળાજી રતનપુર ચેકપોસ્ટ બુટલેગરોમાં સેફ હેવન તરીકે જાણીતી છે શામળાજી પોલીસે ને.હા.નં-૮ પર અને અંતરિયાળ માર્ગો પર સઘન ચેકીંગ હાથધરી ૬ કલાકના સમયગાળામાં ૪ કારમાંથી લાખ્ખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી ૬ બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ સપાટો બોલાવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.

ગુરુવારે રાત્રીના સુમારે, શામળાજી પીએસઆઈ સંજય શર્મા અને તેમની ટીમે શામળાજી ના માર્ગો પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા ધડાધડ ૪ કારમાં થી વિદેશી દારૂ ઝડપી પડતા વહેલી સવાર સુધી કામગીરી ચાલી હતી જેમાં આઈ-૨૦ કારમાંથી વિદેશી દરનુંની બોટલ નંગ-૬૨૪ કિં.રૂ ૬૫૬૪૦/- મળી કુલ.રૂ.૪૬૬૧૪૦/- નો મુદ્દામાલ જપ્ત કરી મોહનભાઇ નટુભાઈ બરંડા (રહે, ખેડાપાલ ડેડલી, રાજ.) ની ધરપકડ કરી હતી વાઘપુર ગામ નજીક થી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ બોટલ નંગ-૧૨૦ કિં.રૂ.૭૨૦૦૦/- સ્વીફ્ટ કાર સહીત રૂ.૪૭૩૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ૧) સંજય કચરાભાઈ હડૂલા (રહે, શોભાયડા) અને ૨) જ્યોતિષ જીવાભાઈ ભીલ (રહે, રાજ.) ને દબોચી લીધા હતા.

નાના કંથારીયા નજીકથી પસારથતી બલેનો કારની બોનેટમાં સંતાડીને ઘુસાડાતા દારૂના કીમિયાને પણ નિષ્ફળ બનાવી કારની બોનેટમાં ખોખાના સંતાડી રાખેલા વિદેશી દારૂના ક્વાટર નંગ-૧૦૦૮/- કિં.રૂ.૫૦૪૦૦/- સાથે ભાવેશ માવજી વરાહત (રહે, સિંચીયા, રાજ.) ની ધરપકડ કરી કુલ. રૂ.૬૫૦૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો રામેળા ગામ નજીકથી અન્ય એક ટાટા ટીગોર કારમાંથી ૧) પ્રકાશચંદ્ર રત્નરામ ઢાકા (કરાવાડા, રાજ.) અને કનુસિંહ ધુળસિંહ ચૌહાણ (રહે,જવાનગઢ, હિંમતનગર) ને ઝડપી પાડી કારમાંથી ક્વાટર નંગ-૯૬૦ કિં.રૂ.૪૮૦૦૦/- મળી કુલ.રૂ.૪૫૧૦૦૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

શામળાજી પોલીસે ૪ કારમાંથી ઝડપાયેલા ૬ શખ્શો અને વિદેશી દારૂ ભરી આપનાર અને મંગાવનાર શખ્શો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.