મેરન્યૂઝ નેટવર્ક.અરવલ્લી : ગાંધીનગર  રેન્જ આઈજી અભય ચુડાસમા અને અરવલ્લી એસપી સંજય ખરાતના આગમન પછી જીલ્લામાં પ્રોહિબિશનની શખ્ત કાર્યવાહી,ચોરી લૂંટના વણઉકેલ્યા ગુન્હાનોનો ઝડપથી ભેદ ઉકેલાઈ રહ્યો છે. શામળાજી નજીક આવેલા જાબચિતરીયા ગામનો યુવક  ૫ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો. ૫ વર્ષથી પોલીસને થાપ આપવામાં સફળ રહેલા આરોપીને જીલ્લા રેન્જ લેવલની પેરોલ ફર્લો ટીમે શામળાજી નજીકથી ભોગ બનનાર સગીરા સાથે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .

અરવલ્લી જીલ્લા પેરોલ ફર્લો પીએસઆઈ કે એસ સીસોદીયા અને તેમની ટીમે શામળાજી પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટ હેઠળના ગુન્હાના આરોપી યુવક ઈદ્રીશ વિક્રમભાઈ નિનામાને ભોગ બનનાર સગીરા સાથે દબોચી લીધો હતો. પેરોલ ફર્લો ટીમને ૫ વર્ષ અગાઉ સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર જાબચિતારીયાનો ઈદ્રીશ નિનામા ભોગ બનનાર સાથે શામળાજી બસ સ્ટેન્ડ પાસેથી પસાર થવાનો હોવાની બાતમી મળતા શામળાજી બસ સ્ટેન્ડ નજીક રોડ પર સહીત વોચ ગોઠવી ઈદ્રીશ વિક્રમભાઈ નિનામાને ભોગ બનનાર સાથે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથધરી આગળની તપાસ માટે શામળાજી પોલીસને સુપ્રત કરી ૫ વર્ષ સગીરાના અપહરણના ગંભીર ગુન્હાનો ભેદ ઉકેલી દીધો હતો.