મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી: શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ -૨૭ પર માલપુર નગર માંથી પસાર થતા હાઈવે પર મસમોટા ખાડાઓ પડી જતા માલપુરના પ્રજાજનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે માલપુર નગરના નાના-મોટા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે રોડ પર પડેલા ખાડાઓના લીધે અકસ્માતનો ભોગ બનતા વાહનચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

શામળાજી થી માલપુર-ગોધરા સુધીના રોડ પર પડેલા ખાડાઓ પુરવામાં નં આવતા ડિસ્કો રોડથી વાહન ચાલકો  તોબા પોકારી ઉઠ્યા છે હજુ તો વરસાદ ખાબક્યો નથી ત્યાં શામળાજી થી માલપુર-ગોધરા સુધીનો સ્ટેટ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે. જેને લઇ વારંવાર અકસ્માત સર્જાતા છે. આ સાથે વાહનો પણ ખરાબ થતાં હોઇ ચાલકોને મુસાફરી દરમ્યાન સંઘર્ષ કરવો પડે છે. સોશ્યલ મીડિયામાં સ્ટેટ હાઇવે રીપેર કરવામાં આવેની માંગ પ્રબળ બની છે માલપુર નગરના પ્રવેશદ્વારે પડેલા મસમોટા ખાડાઓ થી વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા છે વાહનચાલકો અને રાહદારીઓને માથે અકસ્માતનો ભય મંડરાતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે ઉલ્લેખનીય છે કે, સ્ટેટ હાઇવે તંત્ર સમગ્ર મામલે ટોલ કોન્ટ્રાક્ટર ઉપર બધું ઢોળી રહી છે.

શામળાજી-મોડાસા રોડ પર પડેલા ખાડાઓ ને લીધે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા વાહનચાલકો છાસવારે પલટી જતા હોવાની સાથે અકસ્માતની ઘટનાઓ બનતા અનેક નિર્દોષ વાહનચાલકોએ જાન થી હાથ ધોવાના અને ઈજાગ્રસ્ત થવાની ઘટનાનો ભોગ ખાનગી કંપનીના પાપે બની રહ્યા છે મોડાસા-શામળાજી રોડ પર પડેલા ખાડાઓ અને ગાબડાં તાત્કાલિક પુરવામાં આવેની માંગ વાહનચાલકોમાં પ્રબળ બની છે.

અરવલ્લી જિલ્લા માં પસાર થતા સ્ટેટ તથા નેશનલ હાઇવે પર ચોમાસા ની શરૂઆત થતા જ મસ મોટા ખાડા પાડવા ની શરૂઆત થઈ ગઈ છે ત્યારે માલપુર નગર માંથી પસાર થતા મોડાસા ગોધરા સ્ટેટ હાઇવે પર પહેલા વરસાદે જ મોટા મોટા ખાડા પડયા છે રોડ પરથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે અગાઉ રોડ પર પડેલ ખાડાઓમાં વાહન ખાબકતા વાહન ચાલકો સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની અનેક ઘટનાઓ ઘટી છે ત્યારે રોડની આજુબાજુ ઉભા રહેતા ફેરિયાઓ,કેબીન ધારકો અને રોડની બાજુમાંથી પસાર થતા રાહદારીઓ માટે ખાડાઓ ઘાતક નીવડી શકે છે.