મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહિવટીતંત્ર, અરવલ્લી ધ્વારા શામળાજી મહોત્સવ-૨૦૨૦નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના અલગ અલગ પ્રાંત જેવા કે અમદાવાદ, છોટા ઉદેપુર, પોરબંદર, સુરત, ભાવનગર, વડોદરા વગેરે સ્થળોથી આવેલ કલા મંડળીઓએ, આદિવાસી રાઠવા નૃત્ય, મણિયારો રાસ, હુડો રાસ, મરાઠી નૃત્ય, દેવ સ્તૃતિ , તલવાર રાસ, પ્રાચીન ગરબા, ખળાવાડ લોકનૃત્યો, ટીપ્પણી હેલ્લારો તેમજ લોક ડાયરો વગેરે એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.

રમત-ગમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે પ્રાસાંગી પ્રવચનમાં શુભેચ્છા પાથવતા પૂર્વ મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં તથા રાજ્યમાં ઉજવાતા ઉત્સવો લોકઉત્સવ સાથે જોડીને ઉત્સવ ઉજવવામાં આવે છે ધાર્મિક સ્થળે આવા સાંસ્કૃતિ કાર્યક્રમો ઉજવીને વિસ્તારની સાંસ્કૃતિક પરંપરા જીવંત રાખી શકાય છે, શામળાજીમાં શામળાજી મહોત્સવ, દ્વારકામાં દ્વારકા મહોત્સવ, કચ્છના રણમાં રણોત્સવ ઉજવવામાં આવે છે જેનાથી કલાકારોમાં છુપાઈ રહેલી કલા ઉજાગર થાય છે અને લોકોમાં અનેરો આનંદ આવે છે. શામળાજી એક પુરાણ કાળીયા ઠાકોરનું મંદિર આવેલ છે કાળીયા દેવની અપાર શ્રધ્ધા રાખી પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે શામળાજી મહોત્સવ ચોથી વાર યોજી અનેક કલાકારોને પોતાની કલાથી દર્શન કરાવ્યા છે.

આ પ્રસંગે વન અને આદિજાતિ વિકાસ વિભાગ અને પ્રભારી.મંત્રી રમણ પાટકરે કલાકારોને શુભેચ્છાઓ આપતાં કલામાં ખુબ પ્રગતિ કરે પોતાનામાં દબાયેલી કલાને ઉજાગર કરવાનું કામ કરી રહાઈ છે જે પ્રસંશનિય છે આવા પવિત્ર ધામમાં ખરેખર દેવ દર્શન જેવી સહાનુભૂતિ થાય છે.ગુજરાત સરકાર જે વિકાસના કામો કરી રહી છે તેમાં સહયોગ આપવા અને શામળાજી પરિસરમાં સ્વચ્છતા રાખવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ મહોત્સવમાં બીજા અને અંતિમ દિવસે બહેરા મુંગા શાળા ભાવનગરના મૂકબધીર બાળકોએ ગોવિંદ બોલો હરી ગોપાલ બોલોનો સંગીત પર નૃત્ય કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત રાસ, નૃત્ય,  લાઠી નૃત્ય, કેરવાનો વેશ, ગરબી, લોકનૃત્ય વગેરે એકથી એક ચડિયાતી કૃતિઓ રજૂ કરીને દર્શકોને આકર્ષિત કર્યા હતા અને આ તમામ કૃતિઓને કુલ – ૩,૦૫,૦૦૦/- પુરસ્કાર સ્વરૂપે ચુકવ્યા હતા અંતમા હાસ્ય કલાકાર શાહબુદીન રાઠોટ દ્વારા હાસ્ય રસ રેલાવી દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા .

આ પ્રસંગે માન.જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા, નિવાસી અધિક કલેક્ટર આર.જે.વલવી, પ્રાયોજન વહિવટદાર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા રમત-ગમત વિભાગના અધિકારીઓ,  જિલ્લા પ્રમુખ રણવીરસિંહ ડાભી, શામળભાઈ પટેલ,મીડીયા સેલના અગ્રણી પ્રભુદાસ પટેલ , ગુણવંતભાઈ ત્રિવેદી, કાંતીભાઈ પટેલ,રમેશભાઈ પી પટેલ, ભીખાભાઈ પટેલ, અને સ્થાનિક પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.