મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજીઃ અમદાવાદ-ઉદેપુર ને.હા.નં-૮ પર શામળાજી નજીક આવેલ વેણપુર ગામની સીમમાં પેટ્રોલપંપ પર સીએનજી ભરાવવા વાહનો લાઈનમાં ઉભા હતા ત્યારે વેણપુર ગામના ઇકો ચાલકે લાઈન તોડી વચ્ચે ઇકો ઘુસાડતા આ અંગે વાહન ચાલકોએ પંપના સંચાલકને વાત કરી અને સંચાલકે ઈકો કારચાલકને કાર લાઈનમાં લેવા જણાવતા કાર ચાલક ઉશ્કેરાઈ ગયો હતો. સંચાલક સાથે બોલાચાલી કરી ગડદાપાટુનો માર મારતા તેને બચાવવા સંચાલકનો ભાઈ અને સબંધી વચ્ચે પડતા ઢીબી નાખ્યા હતા કારચાલકના સમર્થનમાં પલ્સર બાઈક પર અન્ય લોકો પહોંચી માર મારી પંપ આગળ પડેલ કારમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફીલ્મી ઢબે હુમલો કરી કાર ફિલ્મીઢબે હંકારી રફુચક્કર થતા પંપના માલિકે શામળાજી પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સહીત ૮ શખ્શો સામે ફરિયાદ નોંધાવી હતી સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આવા અસામાજીક તત્વો સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ પ્રબળ બની છે.

શામળાજી-વેણપુર માર્ગના વેણપુર નજીક વૃન્દાવન પેટ્રોલપંપ આવેલો છે.આ પેટ્રોલપંપ અને સીએનજી પંપના માલીક વાડીલાલ નારણભાઈ પટેલ જરૂરી કામ અર્થે ગત બુધવારે સવારે ભિલોડા ગયા હતા.પેટ્રોલપંપ ઉપર તેમના પુત્ર વિપુલભાઈ અને કલ્પેશભાઈ હાજર હતા.ત્યારે સવા બાર વાગ્યના સુમારે ઈકો ગાડીના ચાલકે પોતાના કબ્જાની ગાડી લાઈન તોડી આગળ લાવી દીધી હતી.અન્ય ગ્રાહકોની ફરીયાદને લઈ કલ્પેશભાઈ એ આ ઈકો ગાડીના ચાલક ને ગાડી પરત લેવા જણાવતાં આ ચાલક એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને કલ્પેશભાઈ સાથે ગાળા ગાળી કરવા લાગતાં ગાડીમાં સવાર અન્ય બે શખ્શો ઉશ્કેરાઈ બહાર આવી ગયા હતા.અને પંપ સંચાલક ને એકાએક ગળદાપાટુનો માર મારવાનો શરૂ કરી દીધો હતો. 

કલ્પેશભાઈને કેટલાક શખ્શો માર મારી રહયા હોવાની જાણ થતાં જ તેમના ભાઈ વિપુલભાઈ અને હિંમાશુભાઈ દોડી આવ્યા હતા.અને હુમલાખોરોના માર થી બચાવવા લાગ્યા હતા.પરંતુ આ હુમલાખોરોના અન્ય પાંચ સાગરીતો લાકડીઓ લઈ આવી ચડયા હતા અને કલ્પેશભાઈ પટેલ,વિપુલભાઈ પટેલ અને હિંમાશુભાઈ કલાલ ના ઓ ઉપર રીતસર લાકડીઓ વડે હુમલો કરી દીધો હતો અને ગળદાપાટુ નો ઢોર માર મરાયો હતો. આ હુમલાથી ફફડી ઉઠેલા પંપ સંચાલકોને આ તમામ હુમલાખોરો એ જતાં જતાં જાનથી મારી નાખીશું ની ધમકી આપી હતી.જયારે આ ઈસમોએ પોતાના હાથમાં રહેલી લાકડીઓ વડે પંપ માલીકની આઈ ટવેન્ટી કારના કાચ તોડી નાખી કાર ઉપર ગોબા પાડી આતંક મચાવ્યો હતો.

વૃન્દાવન પેટ્રોલપંપના માલીક અને દેહગામડાના રહીશ વાડીલાલ નારણભાઈ પટેલએ આ હુમલાખોરો વિરૂધ્ધ શામળાજી પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.પોલીસે આરોપી ઈકો ગાડીનો ચાલક ધર્મેન્દ્રસિંહ કાલીદાસ ઠાકોર, જીતેન્દ્રસિંહ કનુસિંહ જાડેજા, ભવરસિંહ અને સુરેન્દ્રસિંહ કેશરીસિંહ તથા અન્ય અજાણ્યા ૩ ઈસમો સહિત આઠ વિરૂધ્ધ ઈન્ડીયન પીનલ કોડ અને જીપી એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ બનાવને પગલે પંથકના વેપારીઓ,પેટ્રોલપંપ માલીકો,સંચાલકોમાં ભયનો માહોઈ છવાયો છે.