મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં આવેલા બીએસએનએલ એક્સચેન્જ ઓફિસમાં ગુરુવારે માં મધ્ય રાત્રિએ શોર્ટ સર્કિટથી એસીમાં બ્લાસ્ટ થયા બાદ ભીષણ આગ લાગતા ટેલિફોન એક્સચેન્જ ઓફિસમાં રહેલી મશીનરી બળીને ખાખ થઇ ગઈ હતી. ટેલિફોન એક્સચેન્જ ઓફિસમાં આગ લાગતા ગ્રામજનો દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન હાથધરાતા ભારે જાહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બીએસએનએલ એક્સચેન્જમાં આગ ની ઘટનાના પગલે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આગમાં તમામ મશીનરી બળીને ખાખ થતા મોબાઈલ નેટવર્ક અને લેન્ડલાઈન ફોન મુંગા મંતર બન્યા હતા. ઇન્ટરનેટ સેવા ખોરવાતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ મેળવવા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

પ્રાપ્ત માહીતી અનુસાર, શામળાજી ખાતે આવેલ બીએસએનએલ એક્સચેન્જમાં મોડી રાત્રે એ.સી એકાએક બ્લાસ્ટ થવાથી ઓફિસમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જાણ આજુબાજુ રહેતા ગામજનો તાત્કાલિક ઓફિસ પાસે પહોંચી નેં જોયું તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું તે છતાં ગામજનો ભેગા મળીને ઓફિસમાં પ્રવેશ કરીને પાણી નો મારો ચાલુ કરીને બે કલાક ની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ગામજનો એ બીએસએનએલ નાં અધિકારી ઓને જાણ કરતા અધિકારી ઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે જે ટી ઓ થોમસ સે જણાવ્યું હતું કે આગ એ સી બ્લાસ્ટ થવાથી આગ લાગી હતી. જેનાથી આખું ટેલીફોન એક્સચેન્જ બળી નેં ખાખ થઈ ગયું છે. જેનાં કારણે શામળાજી પંથકમાં એક હજારથી ઉપરાંત મોબાઇલ તથા લેન્ડ લાઈન ફોન સેવા ઠપ્પ થઈ ગઈ છે. ઓનલાઇન શિક્ષણ મેળવતા વિધાથીર્ઓ ને ભારે હાલાકી ભોગવવી પડી હતી  બી એસ એન ની સેવા થીં ચાલતી પોસ્ટ ઓફિસ બેંકોને કનેક્ટીવીટી ન મળવાને કારણે હજારો ગ્રાહકો ને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ એક્સચેન્જ ફરીથી ચાલુ કરવા માટે બી એસ એન નાં અધિકારી ઓ આવી પહોંચ્યા હતા અને તાત્કાલિક અસરથી મોબાઇલ ટાવર ચાલુ કરવામાં આવે તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા આગને કારણે લાખો રૂપિયા ની મશીનરી બળી નેં ખાખ થઈ ગઈ હતી.