જય અમીન(મેરાન્યૂઝ.અરવલ્લી): અરવલ્લી જિલ્લાના શામળાજીથી બાયડ તાલુકામાંથી પસાર થતાં દિલ્હી-મુંબઈ ને જોડાતા સ્ટેટ હાઈ-વે ઉપર ટ્રાફિકનું ભારણ ખુબ વધ્યું છે. અને જેના કારણે છાશવારે અકસ્માતો પણ સર્જાયા છે અને જેમાં અનેક નિદોર્ષ લોકો મોતના મુખમાં ધકેલાઈ  ચુકયા છે. ટ્રાફીકની ગંભીર સમસ્યા અહીંયા માથાના દુ-ખાવો બની રહી છે પણ આગામી સમયમાં આ ટ્રાફીકની સમસ્યાથી લોકોને મુક્તિ મળી શકે છે. તદ ઉપરાંત ધનસુરા, બાયડ અને ડેમાઈમાં ફલાયઓવર બનવાશી શકયતાઓ પણ પ્રબળ બની છે.

કેન્દ્ર સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા આણંદથી શામળાજી સુધીનો સ્ટેટ હાઈવે જે અત્યારે ૪૮ નંબરથી ઓળખાય છે. તે આગામી દિવસોમાં ફોર લેન નેશનલ અને હયાત રસ્તાની સોંપણી માટે ના-વાંધા પ્રમાણપત્ર મોકલવા જણાવાયું છે. બાયડ તાલુકાની જનતા વર્ષોથી ટ્રાફીકની સમસ્યા મુક્તિ મળે તેવી માંગણી કરતી હતી તે સપનું હવે પુરૃં થાય તે દિશામાં કામગીરી આગળ વધી રહી છે.

Advertisement


 

 

 

 

 

દિલ્હી થી મુંબઈ ને જોડાતા સ્ટેટ હાઈ-વે ૪૮ રાજસ્થાનથી અરવલ્લી જીલ્લામાં પ્રવેશે છે અને મોડાસા, ધનસુરા અને બાયડ તાલુકામાંથી પસાર થઈ ખેડા જિલ્લામાં જાય છે. આ સ્ટેટ હાઈ-વે ઉપર પ્રતિદિન ટ્રાફીકનું ભારણ વધી રહ્યું છે. દિલ્હી-મુંબઈ વચ્ચેની લાઈનની ગાડીઓ દિવસ-રાત ચાલુ રહે છે. મોડાસામાં બાયપાસ હોવાથી શહેરમાં ભારે વાહનો પ્રવેશી શકતા નથી પણ ધનસુરા અને બાયડ શહેર તેમજ ડેમાઈ શહેરમાંથી પસાર થતા આ સ્ટેટ હાઈ-વે ઉપર ભારે વાહનો છાશવાર અકસ્માતો સર્જી રહ્યા છે અને અહીંયા બાયપાસ અથવા તો ફલાયઓવર બ્રિજ બનાવવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી છે અને તે સંદર્ભે જવાબદાર તંત્ર ને રજુઆતો પણ કરવામાં આવી છે.

જો કે હવે આ પંથકની જનતા માટે ખુશીના સમાચાર એ છે કે, આણંદ થી શામળાજી સુધીનો જે સ્ટેટ હાઈ-વે છે એ હવે નેશનલ હાઈ-વે ફોર લેન હાઈ-વે બનાવવાની દિશામાં કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન વિભાગનું નોટિફિકેશન પ્રસિદ્ધ થઈ ચુકયું છે. કેન્દ્ર સરકારે નોટીફિકેશન નં. ૩૭૭૭ તા. ૨૭-૧૧-૨૦૨૦ થી રાજયના કુલ પાંચ રસ્તાઓને નવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કર્યા છે. જેમાં શામળાજી થી આંણદ સુધીના નેશનલ હાઈ-વેનો પણ સમાવેશ થાય છે. આ મુદ્દે કેન્દ્ર સરકારના રાજપત્રમાં જણાવ્યા પ્રમાણે હયાત રસ્તાની સોંપણી માટેનો - વાંધા પ્રમાણપત્ર મોકલી આપવામાં પણ જણાવ્યું છે. નોટીફીકેશનમાં દર્શાવાયેલ રસ્તાઓ જે તે કચેરીના કાર્યક્ષેત્રમાં આવતા હોય તે રસ્તાઓને લગતી જરૃરી વિગતો પત્રકઘ રોડચાર્ટ, એેબીસી, તાલુકા અને જીલ્લા નકશા, પ્રગતિ હેઠળના કામો અને ગેંરટી પિરીયડ હેઠળની લંબાઈ અને અન્ય જરૃરી વિગતો પત્ર સાથે ભરી કચેરીમાં મોકલી આપવા જણાવાયું છે. મોડાસા, નડીયાદ સ્ટેટ હાઈ-વેનો કોન્ટ્રાકટર દીલીપ બીલકોનનો કોન્ટ્રાકટ ૨૦૨૩માં પુરો થાય છે.તે જોતા આવનારા નજીકના સમયમાં રાષ્ટ્રીય ધોરી માર્ગનું માર્ગ બનવાની દિશામાં ચકોગતિમાન તેજ બનશે તેવું સુત્રો પાસેથી માહિતી મળી રહી છે.

Advertisement


 

 

 

 

 

વર્ષો જુની ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે

ધનસુરા, બાયડ અને ડેમાઈમાંથી પસાર થતા સ્ટેટ હાઈ-વે ઉપર ટ્રાફીકની સમસ્યા કાયમી બની ચુકી છે અને બાયડ, ધનસુરા, ડેમાઈ, શહેરમાં અવાર-નવાર અકસ્માતો થાય છે. ધનસુરા, બાયડ અને ડેમાઈના પ્રજાજનો બાયપાસ ઈચ્છી રહ્યા છે. બાયપાસ માટે જમીન સંપાદનથી અન્ય સમસ્યાઓ આવી શકે તેમ હોઈ સજોગો જોતા ફલાયઓવર બનવાની સંભાવનાઓ વધુ પડતી જોવા મળી રહી છે. હવે ફોર લેન નેશનલ હાઈ-વેની કામગીરી શરૃ થશે અને ફોરલેન નેશનલ હાઈ-વે બની જશે પછી ટ્રાફીકની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે વળી બાયડ અને ડેમાઈમાં ફલાયઓવર પણ બની શકે છે તેવી શકયતાઓ ઉજળી જણાઈ રહી છેે.

નવો ફોર લેન નેશનલ હાઈ-વે ૮૪૮થી ઓળખાશે

આણંદ થી શરૃ થતો આ ફોન લેન નેશનલ હાઈ-વે ૮૪૮ થી ઓળખાશે અને જેની શરૃઆત આણંદ થી રાષ્ટ્રીય ધોરીમાર્ગ - ૪૮થી શરૃ થશે અને કઠલાલ, કપડવંજ, બાયડ, ધનસુરા, મોડાસા અને શામળાજી પાસેના જંકશન પાસે પુરો થશે.