મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી: મહાત્મા ગાંધીની  150 મી જન્મ જ્યંતી નિમિત્તે પ્રાકૃતિક ચિકિત્સા દિવસ અંતર્ગત માસ મડ બાથ  એશિયા બુક ઓફ રેકોર્ડ નોંધાવવા આયુષ મંત્રાલય નેચરોપેથી દ્વારા દિલ્હી સંચાલીત શામળાજી નજીક આવેલી સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરંચા ના વિદ્યાર્થીઓ શિક્ષકો સહિત 702 ની સ્ટ્રેન્થએ આ અનોખો પ્રયોગથી મુલતાની માટી દરેકે આખા શરીરે દરરોજ લાગાવવાથી શારીરિક તકલીફો તેમજ ચર્મ રોગો સહિત કબજિયાત અને હઠીલા કેટલાય રોગોમાં ફાયદો થઈ દૂર થયા હોવાનો દાવો છે. આ સંદર્ભમાં સમૂહમાં મડ બાથ કરવા નો રેકોર્ડ નોંધાવ્યો હતો.

મહાત્મા ગાંધીજીના નેચરોપેથીના સિદ્ધાંતોને આગળ વધારવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે ગત વર્ષે યોજાયેલ એશિયા બુક ઓફ રેકોર્ડનો 508 નો રેકોર્ડ તોડી ભિલોડાની ખેરચા ની સૈનિક સ્કૂલમાં યોજાયેલ શનિવારના કાર્યક્રમમાં 702 નો વર્લ્ડ રેકોર્ડ નોંધાવી સર્ટીફિકેટ દિલ્હીના એશિયા બુક રેકોર્ડના નિલીમાજીના હસ્તે એનાયત કરાયું હતું આ કાર્યક્રમમાં સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ખેરચાના મેનેજર સંતેન્દ્ર શર્મા, પ્રિન્સિપાલ પંડ્યા તેમજ એશિયા વલ્ડ રેકર્ડની ટિમના ઓર્ગેનાઇજાર નિલીમાજી તેમજ  સૂર્યા  ફાઉન્ડેશનના ડાયરેકટર ર્ડા. અનંત બિરાદર સહિત આસપાસ  ની સ્કૂલો ના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહયા હતા.