મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સામાજિક મુદ્દા પર બનેલી શાહિદ કપુર અને શ્રદ્ધા કપુરની જોડી સાથેની બત્તી ગુલ મીટર ચાલુએ શરૂઆતના ચાર દિવસમાં જ 26 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ પર સુસ્ત શરૂઆત છતાં ફિલ્મનું કલેક્શન સારું એવું થયું તેમ કહેવાશે. ઘણાને આશા છે કે ફિલ્મ જલ્દી જ તેની કોસ્ટ વસુલ કરવામાં સફળ રહેશે.

જોકે આ ફિલ્મને શુક્રવાર બાદ બોક્સ ઓફિસ પર પડકારનો સામનો પણ કરવો પડશે. શેષ નારાયણ સિંહના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મની સ્ટોરી સામાજિક મુદ્દા પર આધારિત છે. તેમાં વીજળી બિલને લઈને થનાર તકલીફો તરફ ધ્યાન આકર્ષિત કરવામાં આવ્યું છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શએ મંગળવારે ફિલ્મની કમાણીના તાજા આંકડા શેર કર્યા હતા. તેમણે ટ્વીટ પર જાણકારી આપી હતી કે ભારતીય બજારમાં સોમવાર સુધીના ચાર દિવસમાં કુલ રૂ. 26.42 કરોડ રૂપિયાની કમાણી થઈ છે. તરણ આદર્શ મુજબ શુક્રવારે બોક્સ ઓફિસ પર ફિલ્મએ 6.76 કરોડ, શનિવારે 7.96 કરોડ, રવિવારે 8.54 કરોડ અને સોમવારે 3.16 કરોડ રૂપિયાનો બિઝનેશ કર્યો છે.

ફિલ્મનું બજેટ અંદાજીત 40 કરોડ રૂપિયા બતાવાઈ રહ્યું છે. ફિલ્મને જોરદાર રીતે રિલીઝ કરવામાં આવી છે. જોકે ફિલ્મની કોસ્ટ નિકળાવા માટે બીજા અઠવાડિયા સુધીની રાહ જોવી પડશે. આ શુક્રવારે વરણ ધવન અને અનુષ્કા શર્માની સુઈ ધાગા રિલીઝ થઈ રહી છે. વિશાલ ભારદ્વાજના નિર્દેશનાં બનેલી પટાખા પણ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. એવામાં બત્તી ગુલ મીટર ચાલુને શુક્રવાર બાદ બોક્સ ઓફિસ પર મોટો પડકાર મળશે. ફિલ્મનું કલેક્શન આ દિવસોમાં ઘટવાની આશંકા છે, જોકે પહેલા જ દિવસમાં શાહિદની ફિલ્મે જે રીતે કમાણી કરી છે જો તેવો જ ટ્રેન્ડ રહ્યો તો ફિલ્મ કોસ્ટ નિકળવામાં વધુ મુશ્કેલીઓ પડશે નહીં.

ફિલ્મની સ્ટોરીમાં ત્રણ દોસ્તો (શાહિદ કપુર, લલિતા નૌટિયાલ (શ્રદ્ધા કપુર) અને સુંદર મોહન ત્રિપાઠી (દિવ્યું શર્મા)ની છે જે ઉત્તરાખંડના ટિહરી જિલ્લામાં રહે છે. એક બીજાના જીગરી છે. લલિતા ડાઝાઈનર છે અને સુંદર એક પ્રિંટિંગ પ્રેસ ચલાવે છે. સુંદરની ફેક્ટ્રીમાં વીજળીનું બીલ વધુ આવી જાય છે અને એક વાર તો 54 લાખ રૂપિયા સુધીનું બીલ આવી જાય છે. તે કારણે તે ફરિયાદ કરવા માગે છે, પણ તેની વાત સાંભળવામાં આવતી નથી. લાચાર સુંદર આપઘાત કરી લે છે.

તે કારણે સુશીલ અને લલિતા પરેશાન થઈ જાય છે. સુશીલ પોતાના મિત્રના કેસને લડવાનો નિર્ણય કરે છે. કોર્ટ રુમમાં તેની મુલાકાત વકિલ ગુલનાર (યામી ગૌતમ) સાથે થાય છે. અંતતઃ એક નિર્ણય આવે છે જેને જાણવા માટે આપને ફિલ્મ જોવી પડશે.