મેરાન્યૂઝ નેટવર્ક.શહેરા: પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં ૫૮ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવાની છે. આજના મંગળવારના રોજ ઉમેદવારી ફોર્મ ખેચવાનો અંતિમ દિવસ હતો. જેમા સરપંચ અને સભ્ય પદ માટે નોંધાવેલી દાવેદારી પરત ખેચી હતી. જેને લઇને શહેરા તાલૂકાની ગ્રામ પંચાયતનું ચૂંટણી ચિત્ર હવે સ્પષ્ટ બન્યુ છે. હવે ઉમેદવારો દ્વારા મતદારોને રિઝવવા ચૂંટણી પ્રચાર તેમજ રાત્રી ખાટલા બેઠકોનો દોર શરૂ થશે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પાછી ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી દાવેદારી નોંધાવનારાનો જમાવડો આજે શહેરા તાલુકા પંચાયત તેમજ સેવાસદન ખાતે જોવા મળ્યો હતો.

જેમા ઉમેદવારોએ પોતાના ભરેલા ફોર્મ પાછા ખેચ્યા હતા. સરપંચ પદમાંથી ૧૩૪ ઉમેદવારો અને સભ્યપદમાથી  ૧૧૯ એ પોતાની ઉમેદવારી પરત ખેચી હતી. જેને લઇને સમગ્ર શહેરા તાલુકાની ગ્રામ પંચાયતનુ ચૂંટણીચિત્ર સ્પષ્ટ થયુ હતુ. મળતી માહિતી અનૂસાર સરપંચ પદ માટે ૨૭૨ અને વોર્ડ સભ્યપદ માટે ૧૦૩૧ જેટલા ઉમેદવારો નોંધાયા છે. સરપંચની ચૂંટણી ગ્રામીણ વિસ્તારમાં ભારે રસાકસી વાળી બનતી હોય છે. ઉમેદવારો પોતાના મતદારોને રિઝવવા એડીચોટીનું જોર લગાવતા હોય છે.