મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન સોશ્યલ મીડિયા પર ખાસા એક્ટીવ રહે છે. અમિતાભ બચ્ચનની હાલમાં જ પડદા પર આવેલી બદલા ફિલ્મે બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું છે. લોકોએ બચ્ચનની એક્ટિંગને ઘણી પસંદ કરી છે. પરંતુ અમિતાભ બચ્ચન એક વાતથી ઘણા વિચલીત થયા તે અંગે તેમણે સોશ્યલ મીડિયા પર જાણકારી આપી હતી. જે પછી શાહરુખ ખાને તેમને રિપ્લાય આપ્યો હતો જે પછી તેમની વચ્ચે ખુબ રસપ્રદ શબ્દ યુદ્ધ થયું હતું.

અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયામાં લખ્યું કે, ઘણા સમય પછી કોઈએ સફળતાનો ઉલ્લેખ કર્યો. કારણ કે ન તો નિર્માતા અને ન ડિસ્ટ્રીબ્યૂટર અને ન ઓનલાઈડ પ્રોડ્યૂશર કે પછી ઈન્ડસ્ટ્રીથી આ ફિલ્મની સફળતાની સરાહના કરવા માટે કોઈએ એક નેનો સેકન્ડ પણ ખર્ચ કરી છે. ઉલ્લેખનીય છઝે કે આ ફિલ્મનો પ્રોડ્યૂશર શાહરુખ ખાન છે. તેણે સામે સોશ્યલ મીડિયા પર રિપ્લાય આપી હતી તે પણ એક મઝાક ભરી રીતે.

શાહરુખે લખ્યું કે, સર, અમે તો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આપ પાર્ટી આપો અમને બધાને! અમે રોજ રાત્રે જલસા બહાર રાહ જોઈએ છે.

શાહરુખ ખાનનો આ રિપ્લાય આવતાં જ અમિતાભ બચ્ચને સામો ફરી રિપ્લાય કર્યો અને લખ્યું કે, ઓય... ફિલ્મમાં કામ અમે કર્યું... પ્રોડ્યૂસ તમે કરી... પ્રમોશનમાં નિઃસ્વાર્થ યોગદાન અમે આપ્યું. હવે પાર્ટી પણ અમે જ આપીએ...? જલસાની બહાર રોજ રાત્રે કોઈ નથી આવતું. જે પછી શાહરુખે પણ લખ્યું કે, સર ફિલ્મ આપની છે... એક્ટીંગ આપે કરી છે... હિટ આપના જ કારણે થઈ છે... આપ ન હોત તો ફિલ્મ ન બનતી... તો પાર્ટી પણ...?