મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ કોવિડશિલ્ડ કોરોના વેક્સીન (Covishield coronavirus vaccine) પરીક્ષણ પ્રતિભાગી સામે 100 કરોડની માનહાનીનો કેસ તૈયાર કરીને 'દુર્ભાવનાપૂર્ણ અને ખોટા' આરોપોનો જવાબ આપ્યો છે. જેને વેક્સિન અપાયા બાદ 'વર્ચ્યૂઅલ ન્યૂરોલોજિકલ બ્રેકડાઉન' પીડિત થયાનો દાવો કર્યો હતો. રવિવારે સાંજે સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ એનડીટીવીને આપેલા એક નિવેદનમાં કહ્યું કે સીરમ ઈંસ્ટિટ્યૂટ સ્વયંસેવકની સ્થિતિના પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પરંતુ રસીના પરિક્ષણની તેમની સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી.

સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયાએ પોતાના નિવેદનમાં કહ્યું, નોટિસમાં લગાયેલા આરોપો દુર્ભાવનાપૂર્ણ અને ખોટા છે. સીરમ ઈંસ્ટીટ્યૂટ ઓફ ઈંડિયા તે વ્યક્તિની સ્થિતિ પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે, પણ રસીના પરિક્ષણની તેમની સ્થિતિ સાથે કોઈ સંબંધ નથી. તે વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય સંબંધિત પ્રોબ્લેમ્સ માટે ખોટી રીતે જવાબદાર કહી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે કોવિડશિલ્ડના પરિક્ષણમાં ચેન્નાઈમાં ભાગ લેવાવાળા એક 40 વર્ષીય વ્યક્તિએ આરોપ લગાવ્યો કે ગંભીર ન્યૂરોલોજીકલ સમસ્યા અને જ્ઞાનેંદ્રીઓને સંબંધિત સમસ્યા સહિત ગંભીર દુષ્પ્રભાવોનો સામનો કરવો પડ્યો છે. વ્યક્તિએ સીરમ ઈંસ્ટીટ્યૂટ તથા અન્યથી પાંચ કરોડ રૂપિયા ક્ષતિપૂર્તિની માગ કરી છે. તેણે પરીક્ષણ પર પ્રતિબંધ લગાવવાની પણ માગ કરી છે.

સીરમ ઈંસ્ટીટ્યૂટએ કહ્યું કે તે એવા આરપોથી પોતાનો બચાવ કરશે અને ખોટા આરોપો માટે 100 કરોડ રૂપિયા સુધીની માનહાનીનો દાવો કરી શકે છે. પુણે સ્થિત સીરમ ઈંસ્ટૂટ્યૂટ ઓફ ઈંડિયાએ ઓક્સફોર્ડ યૂનિવર્સિટી અને ફારામાસ્યૂટિકલ કંપની એસ્ટ્રાજેનેકા સાથે મળીને કોવીડ 19 રસી કોવિશિલ્ડ બનાવવા માટે ગઠજોડ કરી છે. સીરમ ઈંસ્ટીટ્યૂટ ભારતમાં આ રસીનું પરિક્ષણ પણ કરી રહી છે.