મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ હોલિવુડની જાણીતી ગાયક અને અદાકારા સલીના ગોમેઝ હાલના સમયમાં એક અલગ જ કારણને પગલે ચર્ચાઓના કેન્દ્રમાં આવી છે. સલીનાએ કાન ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન રેડ કાર્પેટ પરની કેટલીક તસવીરો સસોશ્યલ મીડિયા પર શેર કરી છે અને તે સાથે જ તેણે લખતાં એ વાતનું એલાન કર્યું છે કે, તે 68 વર્ષના એક્ટર અને કો સ્ટાર બિલ મુરે સાથે લગ્ન કરવા જઈ રહી છે.

સલીનાના પોસ્ટને જોતાં જ ફેન્સની તો માનો આંખો જ પહોળી થઈ ગઈ હતી. લોકો માટે આ એક હોશ ઉડાવી દેનાર જાહેરાત બની ગઈ હતી. યુઝર્સે તો વિવિધ સવાલો કરવાના શરૂ પણ કરી દીધા. પરંતુ સલીનાના કેપ્શનને ધ્યાનથી વાંચવામાં આવે તો સ્પષ્ટતા સામે આવી જાય છે કે તેણે લગ્નની વાત મઝાકમાં કરી છે. ખરેખર, સલીના ગોમેજ જલ્દી જ પોતાની ફિલ્મ દ ડેડ ડોન્ટ લાઈમાં બિલ મુરે સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. તેને લઈને ફિલ્મની કાસ્ટ કાન ફિલ્મ ફેસ્ટીવલમાં પણ જોડાઈ હતી. સલીનાએ દિગ્ગજ અભિનેતા બિલ મુરે સાથે સ્ક્રીન શેર કરવાના સમય અંગેની પોતાની ભાવનાઓ વ્યક્ત કરી છે. તેણે તે અંગે લખ્યું કે, પહેલી વાર કાન ગઈ, જિમ અને બાકી કાસ્ટ સાથે આ ફિલ્મનો હિસ્સો બનીને મને ઘણું ગૌરવ થઈ રહ્યું છે.

તેણે આથી આગળ બિલ સાથેના પોતાના લગાવ અંગે મજાકિયા શબ્દોમાં લખ્યું કે, અને હાં હું અને બિલ મુરે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. આમ પણ બિલ મુરેની વાત કરીએ તો તે પણ ઈન્ટરવ્યૂમાં સલીના અંગે સારા શબ્દો જ વાપરતાં જોવા મળ્યો છે. તેણે એ ઈન્ટરવ્યૂમાં સલીનાને પ્યારી બાળકી કહી હતી અને કહ્યું હતું કે આ સમયમાં વિનમ્ર આઈડલ મળવા મુશકેલ છે.