જય અમીન (મેરાન્યૂઝ.મોડાસા): અરવલ્લી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાતાઓમાં ભારે નીરસતા જોવા મળી રહી છે પાંખા મતદાન છતાં શતાયુ મતદાતાઓ એ મતદાન કર્યું હતું વૃદ્ધ અને અશક્ત મતદારો યુવાનોને અનોખી શીખ આપી હતી સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીમાં યુવાનોની સાથે વૃદ્ધોએ મતદાન કર્યુ હતું અશક્ત વૃદ્ધો પરિજનો સાથે મતદાન બુથ પર નજરે પડ્યા છે. મેઘરજના પુંજાપૂર ગામના ૧૦૫ વર્ષીય વૃદ્ધા પરિવારજનો સાથે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું મોડાસા નાગરપાલિકાની ચૂંટણીમાં પણ શતાયુ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કરી મતદાન કરવા આહવાન કર્યું હતું.

મેઘરજ તાલુકાના પુંજાપૂર ગામના ૧૦૫ વર્ષીય બેનીબેન હીરાભાઈ પટેલ વહેલી સવારે તેમના પરિવારજનોની મદદથી મતદાન મથક પર મત આપવા પહોંચતા ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ પણ વૃદ્ધાની મદદ માટે તત્પર બન્યા હતા મતાધિકારનો ઉપયોગ કર્યા પછી જીલ્લાના મતદારોને મતદાન અવશ્ય કરવાનું આહવાન કર્યુ હતું. મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં ૯૫ વર્ષીય હુસેનાબીબી મલેક નામના વૃદ્ધા તેમના પરીવાર સાથે મતદાન મથક પર પહોંચી ઉત્સાહ પૂર્વક મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. શતાયુ અને વૃદ્ધ મતદાતાઓ મતદાન કરી યુવાનોને મતદાન કરવા માટે અનોખી શીખ પુરી પાડી હતી.