મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટઃ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તેમજ મોરબી જિલ્લાની ટંકારા વિધાનસભા બેઠકના ધારાસભ્ય લલિત કાગાથરાના પુત્રનું અકસ્માતમાં મોત નિપજ્યું છે. મળતી વિગતો અનુસાર પુત્ર વિશાલ સહિતના પરિવારજનો પશ્ચિમ બંગાળ ફરવા ગયા હતા અને કોલકાત્તાથી ફલાઈટમાં અમદાવાદ પરત ફરવાના હતા પરંતુ ફલાઈટ ચૂકી જતા તેઓ વોલ્વોમાં બહેરામપુર તરફ આવી રહ્યા હતા. દરમિયાન તેમની બસનો એક ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજાને પગલે વિશાલનું મોત નિપજ્યુ છે. 

આ ગંભીર અકસ્માતના ફોટોઝ અને વીડિયો જે ઘટના સ્થળને દર્શાવે છે તે સામે આવ્યા છે. ટ્રક રીતસર રોડની નીચે ઉતરી ગયો છે. લોકોના ટોળા અહીં અકસ્માતને પગલે દોડી આવ્યા છે. ઉપરાંત અકસ્માત અંગેની વધુ વિગતો જાણવા માટે અહીં ક્લિક કરો- લલીત કગથરાના પુત્રનું અકસ્માતમાં મોત