મેરાન્યૂઝ નેટવર્ક.દ્વારકાઃ સમુદ્રમાં સમાયેલી પ્રાચિન દ્વારકા નગરીના દર્શન હવે આપ પણ કરી શકશો. જોકે તમારે તેના માટે સ્કૂબા ડાઈવિંગની ટ્રેનિંગ બાદ દરિયાની ઉંડાણમાં રહેલા રહસ્યો અને દ્વારકા નગરીના અવશેષોને જોઈ તથા સમજી શકશે. આ એક એવો યુગ આપને બતાવશે જેમાં આપને વિકસીત નગરી સમુદ્રમાં સમાઈ ગઈ અને તેની સાથેની પૌરાણિક બાબતો પણ આપની સમક્ષ ધીમે ધીમે આવતી જશે.

આ અંગે સ્કૂબા ડાઈવિંગ ટ્રેનર શાંતિભાઈ બાંભણિયાએ દૈનિક જાગરણ સાથે વાત કરતાં કહ્યું કે, લોકોમાં સમુદ્ર તટ ખાસ કરીને પ્રાચીન દ્વારકાના અવશેષોને જોવા માટે ખાસો ઉત્સાહ અને જિજ્ઞાસા હોય છે. તે પહેલા સ્કૂબા ડાઈવિંગના કેટલાક કલાકની ટ્રેનિંગ આપે છે, જ્યારે વ્યક્તિ પાણીની અંદર રહેવાની હિંમત અને અનુભવ કરવા લાગે છે તો પછી તેમની અંડર વોટર યાત્રા શરૂ થાય છે. 60થી 80 ફૂટ નીચે ગયા પછી દિવ્ય દ્વારકા નગરિના અવશેષોના દર્શન થાય છે. સમુદ્રમાં લાખો માછલીઓ, છીપલા સાથેના આ સ્થળ પરના અવશેષો ખુદ જ પોતાની કહાણી કહેવા લાગે છે. અહીં વિશાળ પ્રતિમાઓના અવશેષો, જંગલી જાનવરોની આકૃતિઓ, ઘણા પ્રકારની કલાકૃતિઓ તથા વિશાલકાય દ્વાર અને સ્તંભ નજરે પડે છે. દ્વારકા ભારતના સાત પ્રાચીન શહેરોમાંથી એક છે. અન્ય છ શહેરોમાં મથુરા, કાશી, હરિદ્વાર, અવંતિકા, કાંચીપુરમ અને અયોધ્યા છે. દ્વારકાને ઓખા મંડળ, ગોમતી દ્વાર, આનર્તક, ચક્રતીર્થ, અંતરદ્વીપ, વારીદુર્ગ વગેરે નામથી ઓળખાય છે.

પૌરાણિક કથાઓ પૈકીની એક કધા કલ્કિ અવતારની થવા પહેલા એક સભ્યતા પોતાને સમાપ્ત કરી લેવાની પણ છે. ઘણા દ્વારોથી બનેલી દ્વારકાના ત્રણ ભાગ સમુદ્રમાં સમાઈ ગયા છે જે આપ સર્વે જાણો જ છો. જે પૈકીનો એક ભાગ બેટ દ્વારકા તેની સાબિતી છે.

આવી જ એક માન્યતા છે મેવાડથી નીકળીને મીરા બાઈ જ્યારે અહીં દ્વારકા પહોંચ્યા ત્યારે ભગવાન કૃષ્ણના ધ્યાનમાં રહેતા જ તે અહીં મૂર્તિમાં સમાઈ ગઈ. ગોમતી, કોશાવતી તથા ચંદ્રભાગા નદીનો સંગમ અહીં થાય છે અને આસ પાસ સમુદ્ર હોવાને કારણે પાણી તમામ સ્થાનો પર ખારું છે પરંતુ અહીં બંનેલા પાડંવોના પાંચ કુવાઓનું પાણી મીઠું છે. જે કુદરતની આશ્ચર્ય પમાડતી બાબત પૈકીની એક છે.

એક પૌરાણિક કથા અનુસાર ભગવાન કૃષ્ણએ અહીં 36 વર્ષ રાજ કર્યું હતું. યદુવંશના વજ્રનાભ દ્વારકાના અંતિમ શાસક બન્યા જે થોડા વર્ષો રાજ કર્યા પછી હસ્તિનાપુર ચાલ્યા ગયા. પ્રાચીન દ્વારકા પહેલા એક મિથક અને કાલ્પનિક કથાના રુપે પ્રચલિત હતી. સૌથી પહેલા વાયુસેનાના પાયલટની નજર તેના પર પડી. જામનગરના ગેજેટમાં પણ આ નગરીનો ઉલ્લેખ મળે છે. રાષ્ટ્રીય સમૃદ્ર વિજ્ઞાન સંસ્થાનના તટથી 20 કિમી. અંદર ટેક્નોલોજીની મદદથી સોનાર 4000 વર્ગ મીટર ક્ષેત્ર અંદર વસ્તુઓની જાણકારી મેળવવાની એવી ટેક્નોલોજી છે, જેમાં તરંગોનો ઉપયોગ થાય છે.