મેરાન્યૂઝ નેટવર્ક. રાજકોટ : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA) ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડે શ્યામ રાયચુરા સામે પદનો ઉપયોગ કરીને મોટા લાભ મેળવવામાં આવતા હોવાની ફરિયાદ ઈ-મેઈલ દ્વારા SCA અને BCCIને કરી છે. સાથે આરોપ મૂક્યો છે કે હોદ્દેદારોની માલિકીની હોટેલમાં જ ટીમને ઉતારો આપી તગડાં બિલ બનાવવામાં આવે છે. તેમજ પૂર્વ બોસના પુત્રો દ્વારા જ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નું સંચાલન કરાતું હોવાનું જણાવ્યું છે. 

હાલ ટ્રેઝરર શ્યામ રાયચુરા અને પ્રમુખ જયદેવ શાહએ બન્ને પૂર્વ પ્રમુખ અને પૂર્વ ખજાનચી નિરંજન શાહ અને નીતિન રાયચુરાના પુત્રો છે. તો પૂર્વ બોસના ભત્રીજા હેમાંશુ શાહ અત્યારે સેક્રેટરી છે. ત્યારે જ પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડ દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો સામે કરેલ ફરિયાદ આક્ષેપ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યુ હતું કે હજુ સુધી બીસીસીઆઇ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એથિક ઓફિસર પાસે મેઈલ આવશે તો અમે ખૂલાશો આપીશું તેમ જણાવ્યુ હતું. તે ઉપરાંત વ્યક્તિગત કારણોસર આક્ષેપ કરવામાં આવ્યા હોય તેવું પણ જણાવ્યુ હતું. ત્યારે હવે જોવું રહેશે કે આગામી સમયમાં ફરિયાદ કારવામાં આવે છે અને કાર્યવાહી થાય છે કે કેમ ??