મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈ નિવેદન પર માનહાનીની અરજી, સબરી માલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ અને રાફેલ મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે. આ ત્રણેય ચુકાદા અહીં એક સાથે આપ સમક્ષ રજુ કરાયા છે. સુપ્રિમ કોર્ટ દ્વારા ત્રણેય ચુકાદાઓમાં શું નિર્ણય કરાયા છે તે આવો જાણીએ.

ચોકીદાર ચોર હૈ

રાહુલ ગાંધીના આ નિવેદન પર માનહાનીની અરજી થઈ હતી. તેના પર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની માફી સ્વીકાર કરીને તેમને રાહત આપી દીધી છે. જોકે, કોર્ટે રાહુલને આવી નિવેદનબાજીથી બચવાની સલાહ આપી છે. આપને જણાવી દઈએ કે ભાજપ સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના ચોકીદાર ચોર હૈના નિવેદન પર સુપ્રીમ કોર્ટમાં માનહાનીની અરજી કરાઈ હતી. રાફેલ મામલામાં મોદી સરકાર પર શાબ્દીક હુમલો કરવા માટે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટનું નામ લઈેને ટિપ્પણી કરી હતી જેના પર આ વિવાદ હતો.

રાફેલ પર રિવ્યૂ પિટિશન ફગાવાઈ, સુપ્રીમે કહ્યું,- ફરી તપાસની કોઈ જરૂર નથી

રાફેલ ડીલની તપાસ માટે દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારને તેનાથી ઘણી રાહત મળી છે. ચીફ જસ્ટીસની આગેવાનીની બેચ દ્વારા સરકારને ક્લીનચિટ અપાઈ છે. સંવિધાન પીઠએ કહ્યું કે મામલાની અલગથી તપાસ કરવાની કોઈ જરૂરત નથી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની દલિલોને તર્કસંગત અને યોગ્ય દર્શાવતા કેસના મેરિટને જોતા ફરીથી તપાસના આદેશ આપવાની જરૂર ન હોવાનું કહ્યું છે. 14મી ડિસેમ્બર 2018એ રાફેલ ખરીદ પ્રક્રિયા ઈન્ડિયન ઓફસેટ પાર્ટનરની ચૂંટણીમાં સરકાર દ્વારા ભારતીય કંપનીને ફેવર કરાયાના આરોપની તપાસની માગણી કરનાર તમામ અરજીઓને સુપ્રીમે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, નિર્ણય લેવાની પ્રક્રિયામાં ક્યાંય પણ કોઈ શંકાને આધાર નથી. અરજદારોની તરફથી કહેવાયું હતું કે, જજમેન્ટ ખોટા તથ્યો પર આધારિત છે કારણ કે કેન્દ્ર સરકારે સીલ બંધ કવરમાં ખોટા તથ્થો કોર્ટ સામે રજુ કર્યા હતા. અહીં સુધી કે સરકારે ખુદ જ કોર્ટ સામે જજમેન્ટના આગલા દિવસે એટલે કે 15 ડિસેમ્બર 2018એ પોતાની ભૂલ સુધારીને ફરી અરજી દાખલ કરાઈ હતી.

સબરીમાલામાં મહિલાઓના પ્રવેશ અંગે

સબરીમાલા મંદિરમાં હજુ ઉંમર વર્ગની મહિલાઓને પ્રવેશ આપવાનો મામલો લટક્યો છે. સુપ્રીમે કોર્ટની 5 જજોની બેન્ચને પોતાના નિર્ણય પર પુનર્વિચાર અરજીઓને ગુરુવારે મોટી બેચને મોકલી દીધી છે. 3 જજોના બહુમતથી મામલાને 7 જજોની સંવિધાન પીઠને રિફર કરાયો છે. જ્યારે 2 જજો જસ્ટિસ નરીમન અને જસ્ટિસ ડિવાઈ ચંદ્રચૂડએ તેની સામે પોતાનો નિર્ણય આપી ધીધો છે. સીજેઆઈ રંજન ગોગોએ કહ્યું કે ધાર્મિકપ્રધાઓને સાર્વજનિક આદેશ, નૈતિકતા અને સંવિધાનના ભાગ 3ની અન્ય જોગવાઈઓ સામે ન હોવું જોઈએ.

ચીફ જસ્ટિસ ગોઈએ કહ્યું કે અરજદાર આ ચર્ચાને પુનર્જિવિત કરવા માગે છે કે ધર્મનો અભિન્ન અંગ શું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે પૂજાના સ્થળોમાં મહિલાઓના પ્રવેશ ફક્ત મંદિર સુધી જ સિમિત નથી. મસ્જિદોમાં પણ મહિલાઓના પ્રવેશ શામેલ છે. હવે 7 જજોની સંવિધાન પીઠ મામલાની સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે પણ આ સાફ કરી દીધું છે કે, મહિલાઓના પ્રવેશનો પહેલાનો નિર્ણય હાલ ચાલુ રહેશે. કેરળ સરકારને કહેવાયું છે કે તે આ નિર્ણયને લાગુ કરવાનો નિર્ણય કરે. આપને જણાવી દઈએ કે, આ મામલાને મહિલાઓના અધિકારોની રક્ષાની રીતે જોવામાં આવી રહ્યો છે. પહેલા પણ સુપ્રીમે નિર્ણય આપતા 10થી 50 વર્ષની મહિાઓના પ્રવેશ પર પ્રતિબંધને લિંગ આધારિત ભેદભાવ માન્યો હતો.