મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટની ચૂટણી પંચ પર હત્યાના આરોપ વાળી ટિપ્પણી પર કહ્યું છે કે આ ટિપ્પણી કઠોર અને અનુચિત હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મદ્રાસ હાઈકોર્ટની ટિપ્પણી જજમેન્ટનો ભાગ ન્હોતી. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચની અરજી પર આદેશ આપવાથી ઈન્કાર કરી દીધો. અદાલતે કહ્યું કે જજોને સંયમ રાખવાની જરૂર છે. કોર્ટ કાર્યવાહીઓમાં કઠોર ટિપ્પણી કરવાની જરૂર નથી. કોર્ટમાં ખુલ્લી પહોંચ સંવૈધાનિક સ્વતંત્રતા માટે એક મૂલ્યવાન સુરક્ષા છે. પ્રેસની સ્વતંત્રતા બોલવા અને અભિવ્યક્તિની સંવૈધાનિક સ્વતંત્રતાનો એક ભાગ છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મીડિયાને અદાલતી કાર્યવાહીઓ અંગે ટિપ્પણી કરવા અને લખવાનો અધિકાર છે. આ ટેક્નીકલ દૂનિયામાં મીડિયાને રોકવું ન્યાયપાલિકા માટે સારું નહીં હોય તે પણ ત્યારે જ્યારે સોશિયલ મીડિયા દ્વારા સૂચનાઓ ચારે તરફ પ્રસારિત થઈ રહી છે અને ન્યાયિક ભાષાનું ધ્યાન રાખવું જરૂરી છે. અદાલતે કહ્યું કે ભાષા આપણા જીવનમાં સંબંધોની ગરીમા બનાવી રાખવા માટે મહત્વની ભૂમિકા અદા કરે છે. કોર્ટે પંચની મહિમા, જવાબદારી અને તેના પાલનની સરાહના કરી, સાથે જ કહ્યું કે પંચની ફરિયાદ આમ તો હાઈકોર્ટના રેકોર્ડ પર નથી. કોર્ટે આ સલાહ પછી સુપ્રીમ કોર્ટએ પંચની અરજી પુરી કરી દીધી. કોર્ટે કહ્યું કે જે ચીજ રેકોર્ડ પર નથી તેને ડિલીટ કે રિમૂવ કરવાનો કોઈ મતલબ નથી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે લોકો કોર્ટમાં પ્રવેશ પણ મીડિયા અહેવાલો દ્વારા થાય છે. સમય જતાં મીડિયા રિપોર્ટિંગ પણ બદલાયા છે તેમાં ટેક્નોલોજીની મોટી ભૂમિકા છે. અદાલતની કાર્યવાહીનું બદલાતું સ્વરૂપ અને તેનો અહેવાલ જાણે બંધારણની ઉજવણી કરે છે. માહિતી સતત પ્રવાહ સાથે લોકો સુધી પહોંચી રહી છે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર પણ પ્રેસ પાસે છે.