મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ગુજરાતના ભૂતપૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યાની જાહેરમાં કરાયેલી હત્યા મામલે 10 આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન કરી હતી જે કોર્ટે ફગાવી દીધી છે. આ કેસમાં સુપ્રીમે 12માંથી 9 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી અને સજા સંદર્ભે આ આરોપીઓએ સુપ્રીમને ફેર વિચારણા માટે રિવ્યૂ પિટીશન કરી હતી.

અહેવાલો મુજબ આ શખ્સોને ગુજરાત હાઈકોર્ટે તો 2011માં મુક્ત કરી દીધા હતા પણ આ કેસને બાદમાં સુપ્રીમ કોર્ટમાં પડકરાવામાં આવ્યો હતો ત્યાં કોર્ટે તેમને દોષી જાહેર કરીને સજા કરી હતી. જે સજાની સામે આરોપીઓએ રિવ્યૂ પિટીશન કરી હતી પરંતુ કોર્ટે આ દોષિતોની પિટીશન ફગાવી દીધી હતી.

સુપ્રીમે જ્યારે જુલાઈમાં સજા કરી ત્યારે એવું પણ કહ્યું હતું કે આ કેસમાં હવે નવેસરથી કોઈ તપાસ કરવાની જરૂર નથી અને જેમના પર આરોપો છે તે બધા આરોપી જ છે. કોર્ટે આજે પણ આરોપીઓએ કરેલી રિવ્યૂ પિટીશન ફગાવીને આકરું વલણ અપનાવ્યું હતું.