મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવવા અંગે દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી અને કહ્યું હતું કે 'સરકારના અભિપ્રાયથી અલગ અને અસંમત અભિપ્રાયની અભિવ્યક્તિને રાજદ્રોહ ન કહી શકાય'. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા સામે દેશદ્રોહ કાર્યવાહીના આદેશો આપવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી.

રજત શર્મા નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી હતી અને જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 વિરુદ્ધ નિવેદન આપવા બદલ ફારુક અબ્દુલ્લા સામે દેશદ્રોહની કાર્યવાહી હાથ ધરવા આદેશની માંગ કરી હતી.

અરજીમાં કહેવામાં આવ્યું હતું કે ફારૂક અબ્દુલ્લાએ દેશ વિરોધી અને દેશદ્રોહી કાર્યવાહી કરી છે. ના માત્ર ગૃહમંત્રાલયે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ સંસદ સભ્યપદ પણ રદ કરવું જોઈએ. જો તેમને સંસદ સભ્ય તરીકે ચાલુ રાખવામાં આવે તો તેનો અર્થ એ કે ભારતમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓને સ્વીકારવામાં આવી રહી છે અને તેનાથી દેશની એકતાને નુકસાન થશે. '


 

 

 

 

 

અરજદારે કહ્યું હતું કે 'ફારૂક અબ્દુલ્લાએ નિવેદન આપ્યું હતું કે તેઓ 370 ને ફરીથી અમલમાં મૂકશે જે રાષ્ટ્ર વિરોધી છે અને દેશદ્રોહ સમાન છે, કેમ કે તે સંસદ દ્વારા બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.'

સુપ્રીમ કોર્ટે આજે આ અરજીને ફગાવી દીધી છે અને આ પીઆઈએલ દાખલ કરનાર અરજદારને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દલીલ સાબિત કરવામાં અરજદારની નિષ્ફળતા પર કોર્ટે આ દંડ ફટકાર્યો હતો કે ફારૂક અબ્દુલ્લાએ આર્ટિકલ 370 પર ભારત સામે ચીન અને પાકિસ્તાનની મદદ માંગી હતી.