મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ફેક ન્યૂઝ, હેટ ન્યૂઝ અને રાજદ્રોહ વાળી પોસ્ટ માટે મેકેનિઝમ બનાવવામાં આવે તેવી માગ પર સુપ્રીમ કોર્ટે ટ્વીટર અને કેન્દ્રને નોટિસ ઈશ્યૂ કરી છે. મામલાને એક અન્ય અરજી સાથે જોડી દેવાઈ છે, ટ્વીટર પર નજર રાખવા માટે સુપ્રીમ કોર્ટમાં મે 2020માં એક અરજી ફાઈલ કરાઈ હતી. જનહીત અરજીમાં ટ્વીટર કંટેંટને ચેક કરવા માટે મેકેનિઝમ બાવવાની માગ કરાઈ હતી.
અરજીમાં કહેવાયું કે બોગસ એકાઉન્ટથી નકલી સમાચારો અને ભડકાઉ સંદેશ દ્વારા સમાજમાં નફરત ફેલાવાઈ રહી છે. આ અરજી ભાજપના નેતા વિનીત ગોયેન્કાએ ફાઈલ કરી છે. અરજીકર્તાએ કહ્યું કે જાણીતા લોકો અને ગણમાન્ય વ્યક્તિઓના નામ પર સેંકડો નકલી ટ્વીટર એકાઉન્ટ હેન્ડસ અને બોગસ ફેસબુક એકાઉન્ટ છે. અરજીમાં એવું કહેવાયું છે કે તેના નકલી ટ્વીટર હેન્ડલ અને ફેસબુક એકાઉન્ટમાં સંવિધાનિક અધિકારીઓ અને જાણિતા નારીકોની વાસ્તવિક તસવીરોનો ઉપયોગ કરાય છે. આ જ કારણ છે કે સામાન્ય માણસ આવા ટ્વિટર હેન્ડલ અને ફેસબુક એકાઉન્ટથી પોસ્ટ થતાં બધા સંદેશાઓ પર વિશ્વાસ મુકી દે છે.