મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલી સત્તાના પાવર માટેની રાજ રમત હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની અરજી પર સુનાવણી કરતાં કોર્ટે આજે ફડણવીસ-અજિત પવારની તરફથી અપાયેલા ધારાસભ્યોના સમર્થન વાળા પત્ર અને રાજ્યપાલને મળેલી સરકાર બનાવવાની ચિઠ્ઠી રજુ કરાઈ છે. આ વચ્ચે ચારેય દળોના ધારાસભ્યો એક સાથે રહેવામાં લાગ્યા છે. સાથે એનસીપી બાગી થયેલા અજિત પવારને પણ મનાવવાના પ્રયત્નોમાં છે. અહીં જાણો સુપ્રીમ કોર્ટમાં આજે શું થયું તે સહિતની તમામ વિગતો.

હાલ તો શિસેનાએ પણ પોતાના ધારાસભ્યોને બીજી હોટલમાં શિફ્ટ કરી દીધા છે. કારણ કે સુપ્રિમ કોર્ટ તરફથી વધુ એક દિવસ લંબાવાતા આજની રાત કદાચ કતલની રાત બની ન રહે તે કારણે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને લેમન હોટલમાં ખસેડી દીધા છે. ઉલ્લેખનીય છે કે શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસ સાથે 162 ધારાસભ્યોના સમર્થનનો પત્ર રાજ્યપાલને સોંપ્યો હતો. ભાજપે પણ પોતાની સરકાર બને છે તેવા દાવા સાથે શપથ ગ્રહણ વિધિ પણ આટોપી લીધી. આ દરમિયાન હવે જ્યારે સુપ્રીમ કોર્ટે વધુ એક દિવસ લંબાવ્યો અને આવતીકાલે તેનો ફેંસલો ટળ્યો તો શિવસેના ચિંતામાં આવી ગઈ છે. ભાજપ જોડતોડની રાજનીતિ ન કરી જાય તે માટે શિવસેનાએ પોતાના ધારાસભ્યોને જે હોટલમાં રાખ્યા ત્યાં કિલ્લા જેવી વોચ ગોઠવી છે.

સુપ્રીમ કોર્ટ હવે આવતીકાલે સવારે 10 વાગ્યે પોતાનો નિર્ણય સંભળાવશે. ઉલ્લેખનીય છે કે ભાજપને ફ્લોર પર બહુમત સાબીત કરવા માટે રાજ્યપાલે 30 તારીખ સુધીનો સમય આપ્યો છે. ધીમે ધીમે દિવસો વિતતા જઈ રહ્યા છે.  કોર્ટમાં વકીલ તુષાર મહેતાએ કહ્યું કે, બહુમત પરીક્ષણ ક્યારે થવું જોઈએ, તેનો નિર્ણય સ્પીકર પર છોડી દેવો જોઈએ. ત્યાં સિંધવી અને કપિલ સિબ્બલ તુરંત બહુમત પરીક્ષણની માગણી કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આખરે નિર્ણય કાલ પર છોડ્યો છે.