મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યા ૭૮  લાખની નજીક પહોંચી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 1.17 લાખને પાર કરી ગયો છે.ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો દૈનિક કેસો ચાર આંકડા ઉપર નોંધાઈ રહ્યા છે અરવલ્લી જીલ્લામાં કોરોનાનું સંક્રમણ દિવસે દિવસે સતત વધી રહ્યું છે ધીરે ધીરે બેંકના કર્મચારીઓ કોરોનામાં સપડાઈ રહ્યા છે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ગ્રાહકોને બેંકે ગ્રાહકોને નવા ફોર્મની જરૂરિયાત સાથે ફરીથી કેવાયસી અપડેટ કરવા શાખા પ્રબંધકને જમા કરાવવાના મેસેજ થી ગ્રાહકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે અરવલ્લી જીલ્લામાં બેંક કર્મચારીઓ સતત કોરોનાગ્રસ્ત બની રહ્યા છે મોડાસા શહેરના ચાર રસ્તા પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં કોરોનાએ પગ પેસારો કરતા ગ્રાહકોમાં ફફડાટ ફેલાયો છે સરકારી ગાઇડલાઇન અનુસાર બ્રાન્ચને સૅનેટાઇઝ કરવાની સાથે બેંકનું કામકાજ ત્રણ દિવસ સ્થગીત કરવામાં આવ્યું છે.

જીલ્લાની મુખ્ય બ્રાન્ચ એવી મોડાસા ચાર રસ્તા ખાતે આવેલ એસબીઆઈ શાખાનો કર્મચારી કોરોના સંક્રમિત થતા બેંકનું કામકાજ ત્રણ  દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે ત્યારે મોડાસા એસબીઆઈ શાખામાં છેલ્લા સપ્તાહ દરમિયાન બેંકની કામગીરી માટે મુલાકાત લેનાર લોકો અને વૃધ્ધોમાં ભારે ફફડાટ ફેલાયો છે આરોગ્ય તંત્રએ બેંક સૅનેટાઇઝ કરવાની સાથે બેંક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવા તજવીજ હાથધરી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી.