મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસાના સાયરા (અમરાપુર)ની ૧૯ વર્ષીય યુવતીના શંકાસ્પદ મૃત્યુ મામલે સમગ્ર રાજ્યમાં ભારે પડઘા પડતા અને અરવલ્લી જીલ્લા પોલીસતંત્રની ઢીલી નીતિનો આક્ષેપ થતા પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવી હતી આ બે મહિના થવા છતાં હજુ યુવતીના મોતનું રહસ્ય અકબંધ રહ્યું છે ત્યારે
આ સમગ્ર મામલે એસ.આઇ.ટી દ્વારા સાત સાક્ષીઓને મોડાસા ડી.કૉર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ તમામ સાક્ષીઓના આઈપીસી કલમ ૧૬૪ મુજબ  ગુપ્ત રાહે નિવેદનો પણ લેવાયા છે.

આસમગ્ર મામલે ઉંડાણપૂર્વક પહોંચવા માટે સીસાઈડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમાર અને તેમની ટીમ એફએસલ ટીમ સાથે સાયરા (અમરાપુર ) ગામે પહોંચી ઘટનાસ્થળનું પુથ્થકરણ કરી વડના ઝાડ પરથી લટકતી હાલતમાં મળેલી યુવતીના મૃતદેહનો ડમી બનાવી સમગ્ર ઘટનાનું રિકંસ્ટ્રક્શન કરી વૈજ્ઞાનિક ઢબે પુરાવવા પ્રાપ્ત કરવા ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી, જો કે હજુ યોગ્ય દિશા ન મળતી હોય તેવું લાગી રહ્યું છે, પણ હાલ સાક્ષીઓના નિવેદન આધારે તપાસ ટીમ આગળ મોટો ઘટસ્ફોટ કરી શકે તેવી માહિતી પણ પ્રાપ્ત થઇ છે.એફએસએલ રિપોર્ટ અંગે પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.
          
ઉલ્લેખનીય છે કે, સાયરાની ઘટના બાદ સ્થાનિક પોલિસ પાસેથી તપાસ લીધા બાદ, ૧૯ જાન્યુઆરીથી સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમે મોડાસા પહોંચી ધમધમાટ શરુ કર્યો હતો. આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કર્યા બાદ મોડાસાની કોર્ટમાં મોકલાયા છે, જો કે હજુ પણએક આરોપી પોલિસ પકડથી દૂર છે.
          
CID  ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના જણાવ્યા અનુસાર

SIT ના વડા ગૌતમ પરમારે ટેલિફોનિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે ૭ સાક્ષીઓને ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજૂ કરી IPC 164 મુજબ સાક્ષીઓના ગુપ્ત નિવેદન લેવાયા હતા સમગ્ર કેસ અંગે કોન્ક્રીટ પુરાવા મેળવવા તજવીજ ચાલુ છે અને વધુમાં વધુ ૧૫ દિવસમાં સમગ્ર કેસનો ભેદ ઉકેલાઈ જશે તેમ જણાવ્યું હતું.