મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ,દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે “નિર્ભયા” કાંડને અંજામ આપનાર ચાર આરોપીઓ માંથી ૩ આરોપીઓએ શનિવારે રાત્રે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું જેમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી.

જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે. સમગ્ર ઘટનાના પડઘા રાજ્યમાં પડ્યા હતા અને યુવતિના હત્યારાઓને ફાંસીની સજાની માંગ પ્રબળ બની હતી ત્યારે મોડાસા પોલીસે ગુનો નોંધવામાં વિલંબ કર્યો હોવાની ફરિયાદોને ગંભીરતાથી લઈને રાજ્ય પોલીસવડા   શિવાનંદ ઝાએ એન.કે.રબારીને સસ્પેન્ડ કરી પરિવારને તાકીદે ન્યાય મળે તે માટે સિનિયર અધિકારીઓની સીટની રચના કરવામાં આવી હતી અને અપમૃત્યુ કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપી હતી.

રવિવારે, અરવલ્લી જીલ્લા પોલીસવડા કચેરીએ સી.આઈ.ડી ક્રાઈમના ડીઆઈજી ગૌતમ પરમારના નેતૃત્વમાં એસપી વીરેન્દ્ર યાદવ, ડીવાયએસપી અશ્વિન પટેલ સહિતની ટીમ પહોંચી હતી સાયરા (અમરાપુર) નિર્ભય કેસ સંભાળી લઈ તપાસનો ધમધમાટ શરુ કરી દઈ પ્રથમ દિવસે કેસની ઝીણવટભરી તપાસ હાથધરી હોવાની સાથે સીઆઇડી ક્રાઇમની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ સ્થળ તપાસ કરી વડલાના ઝાડથી મૃતદેહ જગ્યા સુધી ઊંચાઈ મપાઈ આજુબાજુ વિસ્તારમાં સર્ચ કર્યું હોવાની અને ઘટનાસ્થળની મુલાકાત પછી સીઆઇડી ક્રાઇમની ટીમે પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી પરિવાર સાથે બેઠક કરી હોવાની માહિતી પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત થઈ હતી પીડિતાના મોત મામલે રહસ્ય ઉકેલવા સીઆઇડી ક્રાઇમની તપાસ તેજ કરી દીધી છે.