મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસા: મોડાસાના સાયરા(અમરાપુર) ગામની ૧૯ વર્ષીય યુવતીનું અપહરણ,દુષ્કર્મ અને હત્યાની ઘટના પછી સમગ્ર ગુજરાતમાં ઘટનાના ભારે પડઘા પડી રહ્યા છે “નિર્ભયા” કાંડને અંજામ આપનાર ચાર આરોપીઓ માંથી ૩ આરોપીઓએ શનિવારે રાત્રે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું હતું જેમાં બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કરતા પોલીસ ધરપકડ કરી હતી જ્યારે સતીષ ભરવાડ નામનો આરોપી હજુ પણ ફરાર છે.પોલીસે ૧૯ વર્ષીય યુવતીના અપહરણમાં વપરાયેલી આઈ-૨૦ કાર આરોપીના ઘરે થી કબ્જે લીધી હતી મોડાસા રૂરલ પોલીસે સોમવારે મોડાસા ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીઓના ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા રિમાન્ડ પુરા થતા આરોપીને કોર્ટમાં રજુ કરી આરોપીઓની કસ્ટોડિયલ ઈંસ્ટ્રોગેશનની જરૂરિયાત જણાતા ૯ દિવસના રિમાન્ડની માંગ કરતા નામદાર કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

મોડાસાના સાયરા(અમરાપુર)ની ૩૧ ડિસેમ્બરથી પાંચ દિવસથી ગુમ યુવતીની લાશ ઝાડ પર લટકતી હાલતમાં મળી હતી. જે બાદ યુવતીના પરિવારજનોએ દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવાની માંગ કર્યા બાદ જ લાશનો સ્વીકાર કરવાનું જણાવ્યુ હતું. પોલીસે ફરિયાદ ના નોંધતા વાતાવરણ તંગ બન્યુ હતું અને મોડાસામાં લોકોએ ચક્કાજામ કર્યુ હતું. 7 જાન્યુઆરીએ પોલીસે સમાજનો આક્રોશ જોઇ ચાર લોકો વિરૂદ્ધ, અપહરણ-દુષ્કર્મ અને હત્યા તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનોં નોધ્યો હતો અને જેની તપાસ એસટી એસસી સેલના ડીવાયએસપી ગઢવીને સોપી હતી.

૧૧ જાન્યુઆરીએ રાત્રે નાટ્યાત્મક રીતે બિમલ ભરવાડ, દર્શન ભરવાડ અને જીગર પરમારે સરેન્ડર કર્યુ હતું મોડાસા રૂરલ પોલીસે ત્રણે આરોપીઓને મોડાસા ડીસ્ટ્રીકટ કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટમાં રજુ કરતા ૫ દિવસના રિમાન્ડ મંજુર કર્યા પછી રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજુ કરતા પોલીસ વતી સરકારી વકીલ ડી.એસ.પટેલે આરોપીઓની કસ્ટોડિયલ ઈંસ્ટ્રોગેશનની જરૂરિયાત જણાતા અને એક આરોપી ઝડપવાનો બાકી હોવાથી અને કોલ ડિટેઈલ્સ ની તપાસ બાકી હોવાથી  વધુ નવ દીવસ ના રીમાન્ડ ની માંગ કરી હતી. કોર્ટે વધુ ત્રણ દીવસના રીમાન્ડ મંજુર કરીને વધુ તપાસ માટે પોલીસને આરોપીઓને સાથે રાખીને તપાસ કરવા માટેની મંજુરી આપી હતી. પોલીસે જે પ્રમાણે રીમાન્ડની માંગ કરી હતી તેમાં અગાઉના રીમાન્ડની કાર્યવાહી દરમ્યાન એક આરોપી જીગર પરમારે પીડીતા સાથે દુષ્કર્મ ગુજાર્યુ એટલે કે શારીરીક સંબંધ બાધ્યા હોવાની વાતનો સ્વિકાર કર્યો હોવાનો ખુલાસો કોર્ટ સમક્ષ કર્યો હતો. જેને લઇને તપાસમાં હવે એ કયા સ્થળે શારીરીક સંબંધ બાધ્યા હતા એ તપાસવા અને તેની સાથે જ તે સ્થળની ફોરેન્સીક તપાસ હાથ ધરવાની હોવાની કોર્ટ સમક્ષ રીમાન્ડના માંગવાના કારણોમાં ખુલાસો કર્યો હતો. આ ઉપરાંત 31મી ડીસેમ્બરે આરોપીઓ એક બીજા સાથે ટેલીફોનીક સંપર્કમાં હતા અને બાદમાં એકાએક જ પહેલી તારીખ એટલે કે યુવતી અપહરણ થવા દરમ્યાન ટેલીફોનીક સંપર્ક તુટી જાય છે એ વાતની પણ સ્પષ્ટતા માટે પણ આરોપીઓની તપાસ કરવા માટે રીમાન્ડની જરુરીયાત દર્શાવી હતી.

સરકારી વકીલ ડી.એસ.પટેલના જણાવ્યા અનુસાર, પહેલા પાંચ દીવસના રીમાન્ડ આપ્યા હતા અને બાદમાં વધુ આજે નવ દીવસના રીમાન્ડ માંગતા ત્રણ દીવસના રીમાન્ડ નામદાર કોર્ટે મંજુર કર્યું હોવાનું જણાવ્યું હતું.