મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢઃ ગુજરાતમાં એવી ઘણી પ્રતિભાઓ છે જેમની કિર્તી અચાનક જ વધી ગઈ હોય. આવા જ એક જુનાગઢના 'શાહરુખ ખાન' ઈબ્રાહીમ કાદરી સાથેનો એક ઈન્ટરવ્યૂ જોઈ લોકો તેમના ગુજરાતી ભાષાના ઈન્ટરવ્યૂથી ઘણા મોહીત થયા છે.  'વિશેષ વિથ દિનેશ' નામની યૂટ્યૂબ ચેનલ ચલાવતા યૂટ્યૂબર દિનેશ સિંધવ દ્વારા આ ઈન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો. (અહેવાલના અંતમાં વીડિયો દર્શાવ્યો છે)

ડુપ્લીકેટ શાહરૂખ કાદરીએ આ ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, મે એક વીડિયો યૂટ્યૂબ પર વીડિયો શેર કયરો હતો. જુનાગઢના લોકો'ય વીડિયો જોઈ કહેતા કે જુનાગઢમાં શાહરુખ ક્યારે શૂટિંગ કરી ગયો. સોશિયલ મીડિયાના કારણે હું લાઈમ લાઈટમાં આવવા લાગ્યો. મારે હજું આમાં જ આગળ વધવું છે. આ મારું ફર્સ્ટ સ્ટેપ છે.