જય અમીન (મેરાન્યુઝ.મોડાસા):  ગુજરાતનું નામ દેશ -દુનિયામાં રોશન કરનાર ગોલ્ડમેડલિસ્ટ દોડવીર સરિતા ગાયકવાડની રાજ્ય સરકાર દ્વારા DySP તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સરિતા ગાયવાડને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા. અંતરિયાળ વિસ્તાર ડાંગમાં રહેતી આદિવાસી પરિવારની યુવતી અને એશિયન ગેમ્સમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર ડાંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લના નામથી જાણીતી બનેલી સરિતા ગાયકવાડે મેરાન્યુઝ  સાથે વાત કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે ૨૦૧૦માં ગ્રામ્ય વિસ્તારના ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા શરુ કરેલ ખેલ મહાકુંભ મારા માટે અને રમતવીરો માટે આશીર્વાદ રૂપ બન્યો છે જેના લીધે મારી પ્રતિભા દુનિયા સમક્ષ રજુ કરી શકી તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા એ આપેલ સન્માન આપવા બદલ આભારી છું.

ડાંગ એક્સપ્રેસ અને ગોલ્ડન ગર્લ તરીકે જાણીતી અને ડાંગ જીલ્લાના કરાડી આંબા ગામના એક સામાન્ય આદિવાસી ખેડૂત પરિવારની દીકરી  સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી-૨૦૧૮માં યોજાયેલ ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતી દેશને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી.સરિતાએ કહ્યું હતું કે જો કે મારું ગોલ તો હજું પણ ઓલોમ્પિકમાં રમીને દેશને ગોલ્ડ મેડલ અપાવવાનું છે ખોબા જેવડા અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારની દીકરીએ  પોતાની અથાગ મહેનતીથી સ્પોર્ટસમાં આંતરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવે એ નાની સુની વાત નથી. સરિતાની સિધ્ધી અનેક યુવક યુવતીઓ માટે પ્રેરણારૂપ છે.
         
ડાંગ એક્પ્રેસ સરિતા ગાયકવાડે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે રાજ્યના ખેલાડીઓને પ્રોત્સહન મળે અને વિશ્વમાં ગુજરાતમાં નામ રોશન થાય તે માટે ગુજરાત સરકારે સ્પોર્ટસ પોલીસી બનાવી છે, જેમાં આંતરારાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવનાર ખેલાડીને કલાસ-વન ઓફીસર અને સિલ્વર મેડલ મેળવનાર ખેલાડીને કલાસ-૨ ઓફીસરની જોબ આપવામાં આવે છે. રાજય સરકારે સરિતા ગાયકવાકને ડીવાયએસપી તરીકેની નિમણુંકનો પત્ર મળ્યો હોવાનું જણાવ્યું હતું મુખ્યમંત્રી વીજય રૂપાણી અને ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજાના ટ્વીટ પછી મારી નિમણુંક ના સમાચાર વાયુવેગે પ્રસરી જતા મારા પર અભિનંદનની વર્ષા કરી દીધી છે .

રાજ્ય સરકારે ગોલ્ડ મેડલ અપાવતા આપેલ એક કરોડ રૂપિયા અને દરવર્ષે ૨૫ લાખ રૂપિયાની સહાય કરતા વિદેશી પ્રેકટીશ,ડાયટ ખોરાક અને સહીતની સુવિધા મળી રહેતા હું આભારી છું અને આગામી સમયમાં ડાંગ વિસ્તારમાં તમામ સમાજના રમતવીરો માટે એકેડેમી ખોલી ઇન્ટરનેશનલ લેવલની સુવિધા ઉપલબદ્ધ કરાવવામાં આવશે તેમ જણાવ્યું હતું.