પ્રશાંત દયાળ (મેરાન્યુઝ અમદાવાદ): 31મી ઓક્ટોબર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી. આપણે સરદાર અને ગાંધીના સંબંધોને લઈ અનેક બાબતો સાંભળી છે. જેમાં તથ્યનું પ્રમાણ ઓછું અને પોતાને અનુરૂપ વાતોની ભેળસેળ વધારે છે. 1917માં પોતાની ધીકતી વકીલાત છોડી સરદારે ગાંધીના સાથી થવાનું પસંદ કર્યું. ગાંધીના અનેક વિચારો સાથે સરદાર સંમત નહોતા પણ સરદારને ગાંધીના શબ્દો અને વાતમાં અગાધ શ્રદ્ધા હતી.

ગાંધી અને સરદારના જેલવાસ દરમ્યાન ગાંધીએ તેમના બાકી રહેલા કામોની ચર્ચા અને ચિંતા કરી હતી. 1919માં ગાંધીજીએ શરૂ કરેલા નવજીવન પ્રકાશન પાસે પોતાનું મકાન નહોતું. સરદારે તે જવાબદારી ઉપાડી અને 31 ઓક્ટોબર 1950ના રોજ સરદારે તેનું લોકાર્પણ કર્યું. સરદારે ઊભી કરેલી નવજીવનની ઇમારતને 70 વર્ષ પૂર્ણ થયા. સરદારની અજાણી વાતો માટે જુઓ આ વિડીયો.