મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ અખંડ ભારતના નિર્માણ કર્તા અને દેશને એક સાથે લઈ આવનાર સરદાર પટેલનું નામ અજાણ્યું નથી, તેમનું યોગદાન ભૂલાય તેમ નથી. ઘણી એવી ઘટનાઓ બની હતી જ્યારે તેમણે મજબૂત ઈરાદા બતાવ્યા અને કઠોર નિર્ણય લેવાથી પાછળ હટ્યા ન હતા. તેના કારણે તેમને લોહ પુરુષના નામે ઓળખાય છે. આજે એટલે કે 15મી ડિસેમ્બરે તેમની પુણ્યતિથિ છે.

આવો સરદાર વિશે જાણીએ કેટલીક બાબતો

ગુજરાતના ખેડા અને બારડોલીના સત્યાગ્રહોના દરમિયાન સરદાર પટેલ ચર્ચામાં આવ્યા હતા. 1946 સુધી તે દેશમાં સ્વતંત્રતા સંગ્રામના એક સૌથી લોકપ્રિય નેતા બની ચુક્યા હતા. તે જ્યારે પણ બોલતા ત્યારે લોકો તેમની વાત ધ્યાનથી સાંભળતા હતા. તે સાદગીમાં વિશ્વાસ રાખતા હતા અને ઈરાદા મજબૂત હતા. જ્યારે ભારત આઝાદ થયું તો તેમને નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે તે સમયે ભારત આઝાદ થયું હતું, તેથી ઘણી સમસ્યાઓ જેમકે સાંપ્રદાયિક તણાવ, હિંસા અને અન્ય સમસ્યાઓથી ભારત પસાર થઈ રહ્યું હતું. તે ઉપરાંત સૌથી મોટી સમસ્યા રજવાડાઓના ભારતમાં ભળવાની હતી.

આઝાદી પહેલા ભારતના 48 ટકા ભાગમાં દેશી રજવાડા તથા રાજાઓના રાજના વિસ્તાર હતા. આમ પણ તે રજવાડા કાયદાની રીતે બ્રિટિશ ભારતનો હિસ્સો ન હતા પરંતુ તે પુરી રીતે બ્રિટિશ ભારતના આધીન હતા. આઝાદી બાદ દેશી રજવાડાઓને ભારત કે પાકિસ્તાનમાં ભળવા કે ફરી સ્વતંત્ર રહેવાનો વિકલ્પ મળ્યો હતો. જેમાં વધુ રજવાડા સ્વતંત્ર રહેવાના પોતાના સપનાઓ જોવા લાગ્યા હતા. તે દરમિયાનમાં સરદાર પટેલની દુરંદર્શિતા, ચતુરાઈ, ડિપ્લોમેસી અને મજબૂત ઈરાદાઓ કામમાં આવ્યા હતા. પટેલને આ વખતે વી પી મેનનનો સાથ મળ્યો હતો. પટેલ યોજના બનાવતા અને તેને જમીન પર હકિકત બનાવવાનું કામ વી પી મેનનનું હતું. દેશી રજવાડાઓ ભારતના અખંડ હિસ્સા બનાવવા માટે સરદાર પટેલને આઝાદી મળ્યાથી પહેલા જ કામ કરવાનું શરૂ કરી દીધું હતું. રજવાડાઓમાં દેશભક્તિની ભાવના પેદા કરવા માટે તેમને ભારતમાં શામેલ ન થવાની સ્થિતિમાં અરાજકતાનો શિકાર થવાની ચેતવણી આપવા સુધી જેવા ઉપાયો કર્યા હતા. તેમણે પ્રિવી પર્સ જેવી વ્યવસ્થાને પણ શરૂ કરી હતી. આ વ્યવસ્થા અંતર્ગત રજવાડાના ભારતમાં જોડાવા પર શાહી પરિવારના લોકોને એક નિશ્ચિત રકમ સરકાર તરફથી આપવામાં આવતી હતી. તેની ડિપ્લોમેસીને કારણે લગભગ 500ના અંદાજીત રજવાડાઓએ ભારતમાં જોડાવાની મંજુરી આપી દીધી હતી. સૌથી મોટી સમસ્યા જોધપુર, જુનાગઢ, હૈદરાબાદ અને કશ્મીરના ભારતમાં જોડાવાની હતી. જોધપુરના શાસક પાકિસ્તાન સાથે સોદાબાજીમાં લાગ્યા હતા તો જુનાગઢે વાસ્તવમાં પાકિસ્તાનમાં જોડાવાની જાહેરાત કરી દીધી હતી. હૈદરાબાદ અને કશ્મીરે સ્વતંત્ર રહેવાની જાહેરાત કરી હતી. આમ ચારેય રજવાડાઓને ભારતમાં કેવી રીતે જોડાવાયા તે એક રસપ્રદ બાબત છે. આવો તે જાણીએ.

આઝાદી પહેલા મહારાજા હનવંત સિંહ જોધપુરની ગાદી પર હતા. તેમને લાગ્યું કે પાકિસ્તાન સાથે તે સારી સોદાબાજી કરી શકે છે. કારણ કે પાકિસ્તાન સાથે તેમના રજવાડાની સીમા મળેલી હતી. તેમણે મહોમ્મદ અલી જીણા સાથે વાતચિત શરૂ કરી દીધી હતી. કહેવાય છે કે જીણાએ મહારાજાને એક સાદા કાગળ પર સહી કરાવી આપી હતી અને કહ્યું કે પોતાની માગણીઓ લખી લો. જીણાએ કોઈ પણ શરત પર જોધપુરને પાકિસ્તાન સાથે જોડાવા માટે રાજી હતા. તેમણે મહારાજને કરાચી પોર્ટના મફત એક્સેસથી લઈને હથિયાર નિર્માણ અને ઈમ્પોર્ટ સુધી છૂટ આપવાની રજૂઆત કરી હતી. જોધપુરને હાથથી નિકળવાનો અણસાર આવી જતાં પટેલ હનવંત સિંહને મળ્યા. તેમણે મહારાજાને આશ્વાસન આપ્યું કે તેમને હથિયાર ઈમ્પોર્ટની પરવાનગી મળશે અને જોધપુરા રેલમાર્ગથી કાઠિયાવાડથી જોડાયેલો રહેશે. તેમણે એવું પણ કહ્યું કે અકાળના દરમિયાન જોધપુર ભારતમાં અનાજની સપ્લાય કરશે. જ્યારે મહારાજા તેના પર માનવા તૈયાર ન થયા તો પટેલે તેમને ચેતવ્યા અને પાકિસ્તાનમાં હિન્દુ મુખ્ય રાજ્યોના જોડાવાથી ત્યાં સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે. તે પછી જોધપુરના મહારાજા ભારતમાં જોડાવામાં તૈયાર થઈ ગયા અને જોધપુર ભારતનો હિસ્સો બની ગયું.

પછી વાત હતી જુનાગઢની, જુનાગઢમાં અંદાજીત 80 ટકા હિન્દુ વસ્તી હતી પરંતુ અહીં શાસક મુસ્લિમ હતા. તેમણે 15 સપ્ટેમ્બર 1947એ પાકિસ્તાનમાં જોડાવાનો નિર્ણય કર્યો. તે નિર્ણયથી જુનાગઢની જનતા ભડકી ગઈ અને રાજ્યમાં ઘણા ભાગો પર નવાબના શાસન સામે લોકો બોલવા લાગ્યા હતા, અને ઉશ્કેરાઈ ચુક્યા હતા. તેમાં નવાબ પોતાના પરિવાર સાથે કરાચીમાં ભાગી ગયા હતા. સરદાર પટેલે પાકિસ્તાનથી જુનાગઢના જોડાવાની મંજુરીને રદ્દ કરવા અને જનમત સંગ્રહ કરવા માટે કહ્યું. જ્યારે પાકિસ્તાને ઈનકાર કરી દીધો તો સરદાર પટેલએ 1 નવેમ્બર 1947એ જુનાગઢમાં ભારતીય સેના મોકલી દીધી. તે પછી તે જ વર્ષે ડિસેમ્બરમાં અહીં જનમત સંગ્રહ થયો જેમાં 99 ટકા લોકોએ ભારતમાં રહેવાની ઈચ્છા મુકી.

કશ્મીરમાં મહારાજા હરિસિંહનું શાસન હતું. તેમણે સ્વતંત્ર રહેવાને પ્રાથમિક્તા આપી હતી. પાકિસ્તાને જ્યારે કશ્મીરને પોતાના હાથથી નિકળતું જોયું તો તે જબરજસ્તીથી તેને હાંસલ કરવાના પ્રયત્નોમાં હતું. તેણે તેના માટે યોજના પણ બનાવી હતી. 22 ઓક્ટોબર, 1947એ અંદાજીત 5000 ઘૂસણખોરોએ કશ્મીર પર હુમલો કરી દીધો હતો. બે દિવસો બાદ મહારાજા હરિસિંહએ સૈન્ય મદદના બદલામાં કશ્મીરના ભારતમાં જોડાવાની ઓફર કરી હતી. 26 ઓક્ટોબરે વી પી મેનન વિમાનથી કશ્મીર પહોંચ્યા અને હરિ સિંહ સાથે જોડાણના કરાર પર હસ્તાક્ષર લીધા અને તે રીતે કશ્મીર ભારતનો હિસ્સો બન્યો હતો.

હૈદરાબાદના નિઝામ ઉસ્માન અલી ખાન આસિફએ નિર્ણય કર્યો કે તેમનું રજવાડું ન તો પાકિસ્તાનમાં જોડાશે ન ભારતમાં. ભારત છોડવાના સમયે અંગ્રેજોએ હૈદરાબાદના નિઝામને પાકિસ્તાન કે ભારતમાં શામેલ થવાનો પ્રસ્તાવ પણ આપ્યો હતો. અંગ્રેજોએ હૈદરાબાદને સ્વતંત્ર રાજ્ય બની રહેવાનો પણ પ્રસ્તાવ આપ્યો હતો. હૈદરાબાદમાં નિઝામએ સેનામાં વરિષ્ઠ પદો પર મુસ્લિમ હતા પરંતુ અહીં મોટાભાગની સંખ્યા હિન્દુ હતી (અંદાજીત 85 ટકા). શરૂમાં નિઝામએ બ્રિટિશ સરકારથી હૈદરાબાદ રાષ્ટ્રમંડલ દેશોના અંતર્ગત સ્વતંત્રતાનો દરજ્જો મળે તેવો આગ્રહ કર્યો હતો પરંતુ બાદમાં બ્રિટિશ નિઝામના આ પ્રસ્તાવથી સહમત થયા ન હતા.

સરદાર પટેલએ હૈદરાબાદના ભારતમાં શાંતિપૂર્ણ રીતે જોડવાના પ્રયત્નો કર્યા પરંતુ તેમાં તેમને સફળતા મળી નહીં. જ્યારે ભારત પાસે કોઈ વિકલ્પ ન રહ્યો ત્યારે હૈદરાબાદ પર સૈન્ય કાર્યવાહીનો નિર્ણય લેવાયો હતો. 13 સપ્ટેમ્બર 1948એ ભારતીય સેનાએ હૈદરાબાદ પર હુમલો કર્યો હતો. ભારતીય સેનાની આ કાર્યાહીને ઓપરેશન પોલો નામ અપાયું હતું કારણ કે તે સમયે હૈદરાબાદમાં વિશ્વના સૌથી વધુ 17 પોલો મેદાન હતા. ભારતીય સેનાનું નેતૃત્વ મેજર જનરલ જેએન ચૌધરી કરી રહ્યા હતા. ભારતીય સેનાને પહેલા અને બીજા દિવસે પરેશાની થઈ અને પછી વિરોધી સેનાએ હાર માની લીધી હતી. 17 સપ્ટેમ્બરની સાંજે હૈદરાબાદની સેનાએ હથિયાર મુકી દીધા. પાંચ દિવસો સુધી ચાલેલી કાર્યવાહીમાં 1373 વ્યક્તિ મોતને ભેટ્યા હતા. હૈદરાબાદના 807 જવાન પણ મોતને ભેટ્યા હતા. ભારતીય સેનાએ પોતાના 66 જવાનોને ગુમાવ્યા હતા જ્યારે 97 જવાન ઘાયલ થયા હતા.