મેરાન્યૂઝ નેટવર્ક.અમેરિકાઃ ડેમોક્રેટ ઉમેદવાર સારાહ મકબ્રાઈડએ ડેલાવેયર રાજ્ય સેનેટ સીટ પર જીત હાંસલ કરી છે અને શપથ લીધા બાદ તે દેશની પહેલી ટ્રાન્સજેંડર રાજ્ય સેનેટર (રાજ્યની સેનેટ સદસ્ય) બની જશે.  મકબ્રાઈડે રિપબ્લિકન પાર્ટીના પ્રતિસ્પર્ધી સ્ટીવ વોશિંગટનને હરાવીને આ જીત હાંસલ કરી છે.

મકબ્રાઈડે મંગળવારે રાત્રે કહ્યું કે મને લાગે છે કે આજે રાત્રીના પરિણામોથી ખબર પડી જાય છે કે આ ડિસ્ટ્રિક્ટના નિવાસી ખુલ્લા વિચારો વાળા છે અને તે ઉમેદવારોની નીયતને જોવે છે અને ઓળખે છે. આ હંમેશા જ હું જાણતી હતી. તેમણે કહ્યું કે મને આશા છે કે ડિલાવેયર કે દેશમાં ક્યાંય બીજે હાજર એક એલજીબીટીક્યૂ બાળક આ ત્રણેયને જોઈને સમજી જાય કે અમારું લોકતંત્ર તેમના માટે પણ છે.

મકબ્રાઈડએ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના સાથે વ્હાઈટ હાઉસમાં કામ કર્યું હતું અને તેણે 2016માં પાર્ટી રાષ્ટ્રીય અધિવેશન ભાષણ પણ આપ્ટું હતું. આમ કરનારી તે પહેલી ટ્રાન્સજેંડર હતી. લાંબા સમય સુધી રાજ્ય સેનેટર રહેલા હેરિસ મકડોવેલના સેવાનિવૃત્ત થયા બાદ ડેલાવેયરની સીટ ખાલી થઈ ગઈ હતી જેના પર હવે મકબ્રાઈડે જીત હાંસલ કરી છે.