મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ કરણ જૌહરના ચેટ શો કોફી વિથ કરણની છઠ્ઠી સીઝનમાં આ વખતે સેલેબ્સ જોડીઓમાં આવી રહ્યા છે. શોમાં જ્યારે ઘણા મોટા સ્ટાર્સ આવી ચુક્યા છે. થોડા દિવસ પહેલા આમિર ખાને શોમાં પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલા થોડા ખુલાસા કર્યા. શોના ગત એપિસોડમાં બોલિવુડના નવાબ સૈફ અલી ખાન પોતાની દીકરી સારા અલી ખાન સાથે નજરે પડ્યા હતા. આ દરમિયાન દર્શકોને પિતા અને પુત્રી વચ્ચેનું ખુબસુરત બોન્ડીંગ જોવા મળ્યું હતું. તે ઉપરાંત સારાએ પણ પોતાની અંગત જીવનની વાતો, ગમા અને અણગમા અંગે વાત કરી હતી. સારા ફિલ્મ કેદારનાથથી પોતાનું બોલિવુડ કરિયર શરૂ કરવા જઈ રહી છે.

શોના પ્રોમો વીડિયોમાં કરણ જૌહરએ સૈફને પુછ્યું કે તે સારાના બોયફ્રેન્ડને કયા કયા સવાલો પુછવા ઈચ્છે છે. સૈફે કહ્યું કે પોલિટિકલ વ્યૂઝ અંગે અને ડ્રગ્સ અંગે. ત્રીજા સવાલમાં કરણે સજેસ્ટ કરતાં કહ્યું કે- મની અંગે પણ પુછવું એક સારો સવાલ થઈ શકે છે.

તે પછી સારાએ પોતાની ચોઈસ અંગે કહ્યું કે, તે રણબીર કપૂર સાથે લગ્ન કરવા માગે છે પણ તેને ડેટ કરવા નથી માગતી, તે કાર્તિક આર્યનને ડેટ કરવા માગે છે. સૈફના ગત સવાલને તેમાં કનેક્ટ કરતાં કહ્યું, જો આપની પાસે મની છે તો આપ તેને (સારા) લઈ જઈ શકો છો. તેના પર સારાએ રિએક્ટ કરતાં સૈફને કહ્યું કે, તમારે આ બધું બંધ કરવું જોઈએ, આ બધું ખોટું છે.

ઉપરાંત કરણે સૈફને કરીના અંગે પણ સવાલ કર્યા. કરણે સૈફને કરીનાના ફેમસ જીમ લુક અંગે પુછ્યું. સૈફે કહ્યું, જ્યારે કરીના જીમ માટે નીકળે છે ત્યારે હું બેડરૂમમાં તેના જીમ લુકનો ક્લોઝ અપ લુક લઈ લઉં છું. સૈફે કહ્યું કે તે કરીનાને જીમ જતાં અને જીમથી આવતી વખતે ચેક આઉટ કરે છે.

કોફી વીથ કરણની છઠ્ઠી સીઝનની શરૂઆતમાં દીપિકા પાદુકોણ અને આલિયા ભટ્ટની એન્ટ્રી થઈ હતી. તે પછી રણવીર, અક્ષયએ શોની રૌનક વધારી. તે પછી આમીર ખાન ઠગ્સ ઓફી હિન્દુસ્તાનના પ્રમોશન માટે શોમાં પહોંચ્યો. ગત એપિસોડમાં વરુણ ધવન અને કેટરીના કૈફની જોડી પણ જોવા મળી હતી. હવે સૈફ અને સારાની જોડીનો ધમાલ પણ જોવા મળશે.