મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ કંગના રણોટએ મુંબઈને લઈને કરેલા નિવેદને હવે આગ લગાવી દીધી છે. કંગનાએ હાલમાં જ કહ્યું કે તેને મુંબઈ પાકિસ્તાન અધિકૃત કશ્મીર (પીઓકે) જેવું લાગે છે. તેના પર ઘણા સેલેબ્સએ કંગનાનો વિરોધ કરતાં ટ્વીટ કર્યું છે. કંગનાએ શુક્રવારે કહ્યું કે 9મીએ તે મુંબઈ પહોંચી રહી છે કોઈના બાપમાં હિંમત હોય તો રોકી લે. તેના પર શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે આવવા દો જોઈશું. એટલું જ નહીં તેમણે કંગનાને મેંટલ કહી છે. ત્યાં જ તેમણે એ પણ કહ્યું કે પીઓકે જતી રહે અને તેનો ખર્ચ પોતે આપશે. બે દિવસ રહીને જુઓ ત્યાં કેવું છે. આ અંગે સેવાકાર્યોને કારણે લોકોના હૃદયમાં સ્થાન પામી લેનારા અભિનેતા સોનુ સુદએ કહ્યું કે, મુંબઈ... આ શહેર તકદીરો બદલે છે, સલામ કરશો તો સલામી મળશે.

કંગનાએ કહ્યું, આવું છું મુંબઈ

કંગનાએ ટ્વીટ કરીને કહ્યું, હું જોઈ રહી છું ઘણા લોકો મને મુંબઈ પાછા ન આવવા માટે ધમકીઓ આપી રહ્યા છે તેથી મેં નક્કી કર્યું છે કે હું નવમી સપ્ટેમ્બરે મુંબઈ આવીશ. હું મુંબઈ એરપોર્ટ પર પહોંચવાનો ટાઈમ પોસ્ટ કરીશ, કોઈના બાપની હિંમત હોય તો રોકી લે.

સંજય રાઉતે કહ્યું- આવી ભાષાનો પ્રયોગ ન કરવો જોઈએ

કંગનાના નિવેદન પર એક ખાનગી ચેનલે સંજય રાઉતને પૃચ્છા કરી હતી. સંજય રાઉતે કહ્યું કે કંગનાએ મહારાષ્ટ્રનું અપમાન કર્યું છે. અને મુંબઈ પોલીસનું અપમાન કર્યું છે. જો તે હિમાચલથી સુરક્ષા લાવી રહી છે તો તેની જવાબદારી તેની છે. અમે એમ કહ્યું નહીં કે તેમની સાથે અમારી વ્યક્તિગત દુશ્મની નથી. પરંતુ તેઓએ આવી ભાષા વાપરવી ન જોઈએ. તમે જે શહેરમાં રહો છો. જ્યાં તમે કમાવો છો અને તે શહેર અને ત્યાંની પોલીસ અંગે ગમેતેવી વાત કરો છો. મુંબઈ પોલીસે હુમલામાં લોકોને બચાવ્યા, કસાબને પકડ્યો, કોરોનાના સંકટ સમયે 50 થી વધુ પોલીસ જવાનોએ જીવ આપ્યો હતો અને તેઓ તે મુંબઈ પોલીસ અંગે વાત કરી રહ્યા છે.

'શું માનસિકતા છે?'

ભણેલી ગણેલી મહિલા છે, તેમને આ શોભા ન આપે, આ મેન્ટલ કેસ છે જે રીતે તે લોકો બોલી રહ્યા છે. ઝાંસીની રાણીનું અપમાન કરે છે. તમારી માનસિક્તા શું છે. ધમકીઓ આપવી મારું કામ નથી, હવામાં તલવાર ચલાવવી, હવામાં બંદૂક ચલાવવી આપણું કામ નથી.

'POK જવાનો ખર્ચ અમારો'

સંજય રાઉતે એવું પણ કહ્યું કે, તે જે થાણીમાં ખાઈ રહી છે તે જ થાળીમાં થૂંકી રહી છે. કેટલાક રાજનૈતિક દળ તેનું સમર્થન કરવા લાગ્યા છે. જો તે પીઓકે જવા માગે છે તો બે દિવસ માટે જતી રહે, અમે પૈસા આપીશું. એક વાર જોઈ લે પીઓકે શું છે, ત્યાં કેવું હોય છે.