મેરાન્યૂઝ નેટવર્ક. મુંબઈ: બોલિવૂડ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર ફિલ્મોથી ઘણી દૂર છે, પરંતુ તે હંમેશા તેની સ્ટાઇલને લઇને ચર્ચામાં રહે છે. શનાયા કપૂર તેની ફેશન સેન્સ અને ગ્લેમરસ સ્ટાઇલ માટે જાણીતી છે. તાજેતરમાં જ શનાયા કપૂરનો એક જૂનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે જબરદસ્ત સ્ટાઇલમાં બ્લેક આઉટફિટમાં બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં શનાયા કપૂરનો ડાન્સ અને તેની સ્ટાઇલ જોવા જેવી છે. આ વીડિયો શનાયાની ડાન્સ ટીચર સંજના મુથારેજાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કર્યો છે.

આ વીડિયોમાં, શનાયા કપૂર તેના ડાન્સ ટીચર સાથે ડ્રમની દરેક બીટ પર ડાન્સ કરતી જોવા મળી છે, જેને સંજના મુથારેજાએ શેર કર્યો છે. ચાહકો આ ડાન્સ માટે તેની પ્રશંસા કરતા થાકતા નથી. વીડિયોમાં અભિનેત્રીની ડાન્સ મૂવ્સ અને તેના હાવભાવ પણ આશ્ચર્યજનક દેખાઈ રહ્યા છે. શનાયા કપૂરનો આ વીડિયો ભલે જૂનો હોય, પણ ઘણું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે. બ્લેક ડ્રેસમાં તેનો લુક પણ સુંદર લાગે  છે. આ વીડિયોને શેર કરતાં સંજના મુથારેજાએ લખ્યું, "શનાયા કપૂર સાથે ડ્રમ સોલો, આગળની ચીજ માટે તૈયાર રહો."


 

 

 

 

 

જણાવી દઈએ કે શનાયા કપૂર પણ સોશિયલ મીડિયા પર બહુ સક્રિય નથી. પરંતુ તેના ફોટા અને વીડિયો ઘણીવાર ચર્ચામાં રહે છે. શનાયા કપૂરના પિતા સંજય કપૂર પણ ઘણીવાર તેની તસવીરો અને વીડિયો શેર કરે છે. અનન્યા પાંડેની જેમ, શનાયાએ પણ પ્રિસ્ટિગિયસ લે બોલ ડેસ ડેબ્યુટન્ટ્સ પેરિસમાં પ્રવેશ કર્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે શનાયા કપૂરે તેની કઝીન જ્હન્વી કપૂરની ફિલ્મ ગુંજન  સક્સેનામાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. આ સિવાય તે હંમેશાં તેની બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડે અને સુહાના ખાન સાથે જોવા મળે છે.