મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ મુંબઈમાં બોલીવુડ અભિનેત્રી કંગના રનૌટની ઓફીસને બીએમસી દ્વારા તોડી પાડવાની કામગીરી પર બોમ્બે હાઈકોર્ટે સ્ટે મુકી દીધો છે. હાઈકોર્ટે કંગના રનૌટના ઓફીસમાં હાલ તોડફોડ ન કરવાનું બીએમસીને જણાવ્યું છે. બીએમસી તરફથી કંગના પોતાનું ઓફીસ પાડી દેવાના વચ્ચે બુધવારે જ હાઈકોર્ટ પહોંચી હતી, તેની આ અરજી પછી કોર્ટે બીએમસી પાસે જવાબ માગ્યો  છે. આ પહેલા હાઈકોર્ટના એક આદેશમાં કહેવાયું હતું કે 30 સપ્ટેમ્બર સુધી કોઈપણ બિલ્ડીંગ ધ્વસ્ત નહીં કરવામાં આવે.

ફિલ્મ પદ્માવત પછી ચર્ચામાં આવેલી કરણી સેનાએ પણ કંગના રનૌટનું સમર્થન કર્યું છે, સાથે જ મંગળવારે ગોરખપુર સ્થિત શાસ્ત્રી ચોક પર શિવસેના સાંસદ સંજય રાઉતના સામે પ્રદર્શન પણ કર્યું છે. કરણી સેનાના જિલ્લા અધ્યક્ષે કહ્યું કે સંજય રાઉતે કંગના માટે જે રીતની ભાષાનો ઉપયોગ કર્યો છે તેનાથી મહિલાઓનું અપમાન થયું છે. આ વાતને લઈને બોલીવુડના જાણિતા ફિલ્મ નિર્માતા સંજય ગુપ્તાએ ટ્વીટ કરીને લખ્યું કે, જેમણે દીપિકા પાદુકોણની નાક કાપવાની ધમકી આપી હતી તે હવે મહિલાઓના સમ્માન માટે રસ્તા પર આવવાની વાતો કરે છે.

સંજય ગુપ્તાએ પોતાના ટ્વીટમાં કરણી સેના પર વાત કરતાં લખ્યું છે કે, જેમણે દીપિકા પાદુકોણની નાક કાપવાની ધમકી આપી હતી, તે હવે કહી રહી છે કે તે મહિલાઓના સમ્માન માટે લડવા રસ્તા પર આવી જશે. આ વધુ બદતર થતું જાય છે. વધતી મહામારી વચ્ચે આ આખરી ચીજ હતી, જેની આપમને જરૂરત હતી. લોકો વગર કોઈ વાંકે રોજ મરી રહ્યા છે અને હવે આ?

આપને જણાવી દઈએ કે કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ દેવેનદ્ર સિંહે કહ્યું, સંજય રાઉતે કંગના માટે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કર્યો, તેનાથી તમામ મહિલાઓનું અપમાન થયું છે. જ્યારે જ્યારે મહિલાઓનું અપમાન થયું છે, રાજપૂત તેમના સમર્થનમાં ઊભા થયા છે. તેમણે કહ્યું કે રાઉતે કંગના સામે અભદ્ર ભાષા પ્રયોગ કર્યો છે જે ખુબ જ શરમજનક છે. અમે મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પાસે રાઉત સામે કાર્યવાહી કરવાની માગ કરીએ છીએ, જો આવું નહીં થાય તો કરણી સેના રસ્તા પર ઉતરશે.