મેરાન્યૂઝ નેટવર્ક.ઉત્તર પ્રદેશઃ ભાજપના એક નેતાએ જાહેરમાં પાર્ટી સાથે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. ઘણીવાર નેતાઓ જે સીડીઓ ચઢે તે સીડીઓને બાદમાં ભૂલી જતાં હોય છે આ કાર્યકરના કહ્યા અનુસાર તે આવી જ એક સીડી બન્યો હોવાનું માલુમ પડી રહ્યું છે. ભાજપના ઉત્તરપ્રદેશના આ કાર્યકરનું નામ સંજય દ્વીવેદી છે.

સપાના સભ્ય અને આસી. પ્રોફેસર એવા અલી ખાન મહોમ્મદ દ્વારા આ મામલે ટ્વીટ કરીને એક વીડિયો રજુ કરાયો છે. તેમણે આ વીડિયોને શેર કરતાં લખ્યું છે કે, ભાજપના નેતા સંજય દ્વિવેદી કે જેમના ભાઈ કોરોનામાં મૃત્યુ પામ્યા છે. તેઓ કહે છે કે તેમના માટે ભાજપ સરકાર કાંઈ નથી જો તેઓ તેમના ભાઈને ન બચાવી શક્યા. સંજય દ્વિવેદીનો આ વીડિયો જુઓ તો ખ્યાલ આવે છે કે તેઓ કઈ રીતે હોસ્પિટલ તંત્રથી નારાજ છે. તેઓ કહે છે કે મહારાષ્ટ્ર સુધરી ગયું, દિલ્હી સુધરી ગયું પણ આપણે ત્યાં જ છીએ. તેઓનો આ વીડિયો જુઓ...