દેવલ જાદવ (મેરાન્યૂઝ.સાણંદ ): સાણંદ તાલુકાના સોયાલા ગામના રેહવાસી લીલાબહેન વિક્રમભાઈ ઠાકોર જેમણે સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમાં તેમણે ૨૧૬૩ મત મેળવીને વિજયી જાહેર થયા હતા. પરંતુ દુર્ભાગ્યે ચુંટણીના પરીણામના આગળના દિવસે જ તેમનું અવસાન નીપજ્યું હતું. સોમવારે સવારે તેમણે સવારે નિત્ય કાર્ય બાદ પતિ સાથે નાસ્તો કર્યો હતો અને ત્યાર બાદ તેમનું અચાનક જ મૃત્યુ નિપજ્યું.

તેમના પતિ વિક્રમભાઈ ઠાકોર જણાવે છે કે," અમે બંને દંપતીને કોઈ સંતાન નથી એટલે અમે ગામના લોકોની સેવા ને જ જીવન સૂત્ર બનાવી લીધું હતું. ગામના લોકોમાં લીલાબહેન ની લોકપ્રિયતા એટલી હતી કે અમે જ્યારે પણ પ્રચાર માટે જતા ત્યારે લોકો એવું કહેતા હતા કે તમારે પ્રચાર કરવાની જરૂર જ નથી તમે જ ચૂંટણી જીતવાના છો."


 

 

 

 

 

વર્ષોથી તેમણે ગામના લોકોની સેવા કરે છે. મુખ્યત્વે તેમનો વ્યવસાય ખેતી અને પશુપાલન નો છે. પણ લીલાબહેન ને બાળકો અને મહિલાઓ પ્રત્યે વિશેષ પ્રેમ હતો. તેમણે ગામના બાળકોના શિક્ષણ મટે કર્યો કરતા હતા. ગામના લોકોને બાળકોને શિક્ષિત કરવા માટે સમજાવતા હતા. મહિલાઓના આરોગ્ય માટે પણ તેમને વિશેષ કર્ય કરતા હતા. મહિલાઓને સુવાવડ માટે સરકારી હોસ્પિટલમાં લઈ જતા અને ત્યાં મળતી વિવિધ સરકારી યોજનાઓનો લાભ આ મહિલાઓને મળે તે માટે ધ્યાન રાખતા. આમ ગામના લોકોમાં તેમની લોકપ્રિયતા ખૂબ હતી કદાચ એમના કામોના કારણે જ તેમણે અપક્ષ ચૂંટણી લડીને જીત મેળવી પરંતુ જીતની ખુશી માનવતા તેમણે જીવનની લડાઈ હારી ગયા.

 

તેમના પતિ વધુમાં જણાવે છે કે," ગામના દરેક સમાજના અગ્રણીઓના આગ્રહના કારણે અમારી ઈચ્છા ન હોવા છતાં લીલા બહેન એ સાણંદ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર નોંધાવી. આ પેહલા તેમણે ભાજપ માંથી બે વાર ઉમેદવારી નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ સફળતા મળી ન હતી તેથી તેમણે આ ચુંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેમાં તેમણે વિજયી પણ જાહેર થયા. લીલાબહેન જીવિત હોત તો ગામના લોકોની વધારે સેવા કરી શક્યા હોત."