મેરાન્યૂઝ નેટવર્ક.સાણંદઃ અમદાવાદમાં હત્યાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા અમદાવાદ શહેરમાં ત્રણ સીનીયર સીટીઝનની હત્યાની ધટના સામે આવી હતી ત્યાર બાદ આજે અમદાવાદ જીલ્લાના સાણંદ ગામમાં એક મહીલાની ક્રૂર હત્યા થઈ હોવાનુ સામે આવ્યુ છે. પતિ-પત્ની વચ્ચે તકરારમાં પતિએ જ પત્નીની હત્યા કરી હોવાની આશંકા હોય તેવુ પોલીસની પ્રાથમિક તપાસમાં લાગી રહ્યુ છે.

સાણંદના ગઢવીવાસમાં રહેતા હિતેષ ઉર્ફે ચકુએ ચાર મહીના પહેલા કચ્છની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ યુવતિ આ યુવક સાથે રહેવા માટે સાણંદ આવી હતી. પોલીસને આશંકા છે કે પતિ-પત્ની વચ્ચે કોઈ કારણથી ઝગડો થયો હતો અને પતિએ પત્નીના ગળા ઉપર કોઈ હથીયાર દ્વારા હુમલો કરીને તેની હત્યા કરી હતી. હિતેષે પોતાની પત્ની હંસાની હત્યા કોઈ તીક્ષ્ણ હથિયાર વડે કરી હતી અને ત્યાર બાદ તે ફરાર છે. તેણે હંસાની હત્યા કરવા માટે ગાળું કાપીને માથું અને ધડ અલગ કરી દીધા હતા.

Advertisement


 

 

 

 

 

હિતેષના કાકાએ ઘર ખોલીને જોયું તો હંસાની લાશ લોહી લુહાણ હાલતમાં પડી હતી તેમણે તરત જ હંસાના ભાઈને આ વાતની જાણ કરી હતી. હંસાના ભાઈ દિલીપભાઈ ખેર કચ્છ રહે છે. તેમણે સાણંદ આવીને હિતેષ સામે ફરિયાદ લખવી હતી. હિતેષ સાણંદમાં જ રહેતો હતો અને એક કંપનીમાં સિક્યુરિટીની નોકરી કરતો હતો. પતિ-પત્ની વચ્ચે એવું તો શુ થયું કે પતિએ પત્નીની આવી ક્રૂર હત્યા કરી.

હિતેષને શોધવા માટે પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. પોતની જ પત્નીની હત્યા કરીને માથું અને ધડ અલગ કરીને ભાગી ગયેલો હિતેષને જલદી પકડી લઈ તેના ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવું સાણંદના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ખાંટે જણાવ્યું હતું.