દેવલ જાદવ (મેરાન્યૂઝ.અમદાવાદ): આપણા દેશમાં બેરોજગારી સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે ઈવા સમયે સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત ફોર્ડ કંપનીએ ભારતમાં પોતાના બે એકમો બંધ કરવાની જાહેરાત કરી છે. થોડા સમય અગાઉ ફોર્ડના ઉચ્ચ અધિકારીઓની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે ભારતમાં ફોર્ડ કંપની મોટા નુક્શાનમાં ચાલી રહી હોવાને કારણે ગુજરાતના સાણંદમાં આવેલો અને તામિલનાડુમાં આવેલો પ્લાન્ટ ત્રણ મહિનામાં બંધ કરવામાં આવશે.

છેલ્લા 6-7 વર્ષથી ચાલતા આ ફોર્ડના પ્લાન્ટમાં હજારોની સંખ્યામાં લોકો પોતાની રોજગારી મેળવે છે. આવતા ત્રણ મહિનામાં આ પ્લાન્ટ બંધ થતા તેમાં કામ કરતા લોકો બેરોજગાર થઈ જશે. જેના કારણે અમદાવાદના સાણંદ જીઆઈડીસીમાં આવેલા ફોર્ડ પ્લાન્ટના કર્મચારીઓ આંદોલન પર બેઠા છે. પોતાની રોજગારીના પ્રશ્નોને લઈને આ કર્મચારીઓએ સરકાર અને વિવિધ રાજકીય પક્ષો સામે પોતાની માંગ મૂકી છે. ત્યાર ગુજરાત વિધાનસભાના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આ કર્મચારીઓની સાથે અન્ય છે.

જીગ્નેશ મેવાણીએ પોતાના સોસીયલ મીડિયામાં ફોટો શેરકરીને લખ્યું હતું કે, " ગુજરાતમાં વધુ એક ઓટોમોબાઈલ કંપની બંધ થવાના આરે છે. ગુજરાતમાં સાણંદની ફોર્ડ કંપનીએ અટકેલા ધંધાને કારણે કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે. જેને લીધે આગામી ત્રણ મહિનામાં 2,000 કામદારો બેરોજગાર થવાના છે. આંદોલન પર લગભગ 800 લોકો સાતે મેં ગઈકાલે બેઠક કરી હતી અને તેમના આંદોલનને મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. મેં આ લડતમાં મારો ટેકો વ્યક્ત કર્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોને તેમની રોજગારી માટે બીજી સિસ્ટમ સ્થાપવા નું કહેવું જોઈએ જેથી આ 2000 પરિવારો ટકી શકે."

Advertisement


 

 

 

 

 

ફોર્ડના કર્મચારી સંગઠનના પ્રવક્તા અનિલસિંહ સાહે વેટ કરતા તેમણે જણાવ્યું કે, " ફોર્ડ કંપનીના નિર્ણય બાદ અમે ડિસેમ્બરમાં બેરોજગાર થઈ જઈશું. આમારો રોજગાર ન છીનવાય અને અમે અમારા પરિવારનું ગુજરાન ચલાવી શકીએ તેના માટે અમે સરકાર સામે માંગ કરી રહ્યા છે. અત્યારે હાલ કંપનીમાં કામ ચાલુ છે પણ અમારી માંગ પુરી કરવા માટે અમે સરકાર અને અન્ય પક્ષો સાથે વાતચીત કરી છે. તેમાં જીગ્નેશ મેવાણી અમારી સાથે આવ્યા છે અને અમને ટેકો આપ્યો છે. ફોર્ડના કર્મચારીઓ જેમણે લૉન લીધી છે તેમને નોકરી જવાથી લોનના હપ્તા પણ નહીં ભરી શકે. જેવી રીતે તમિલનાડુની સરકાર ત્યાંના ફોર્ડના કર્મચારીઓની સાથે આવીને ઉભી છે તેવી રીતે ગુજરાત સરકારને પણ અમારી એ જ મંગની છે કે અમારો રોજગાર ચાલુ રહે તેવી વ્યવસ્થા કરે."