મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હી: બિગ બોસથી લઈને બોલીવુડ સુધી પોતાની જબરદસ્ત ઓળખ બનાવનારી સના ખાન પણ આજકાલ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે. આ સિવાય સના ખાનનો એક ડાન્સ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ગલી ગલી મેં ફિરતા હૈ ગીત પર જબરદસ્ત સ્ટાઇલમાં બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં સલમાન ખાનની કો-સ્ટાર સના ખાનની ડાન્સ અને સ્ટાઇલ જોવા જેવી છે. સના ખાનનો આ ડાન્સ જોઇને તેના ચાહકો પણ તેમની પ્રશંસા કરતા થાકતા નથી.

સના ખાનનો આ વીડિયો dancingfever દ્વારા તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે લોકો સના ખાનના બેલી ડાન્સની પ્રશંસા કરતાં પણ થાકતા નથી. મૌની રોયના ગીત પર, સના ખાન દરેક બીટ સાથે તેના સ્ટેપને મેચ કરતી જોવા મળે છે. ડાન્સ સિવાય બ્લેક ટાઇટ્સ અને સી ગ્રીન ટોપમાં સના ખાનનો લૂક પણ જબરદસ્ત લાગે છે. ડાન્સ સિવાય સના ખાન હંમેશા તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તેનો લુક જોવા લાયક છે.


 

 

 

 

સના ખાને ઈંસ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે હિજાબમાં જોવા મળી રહી છે. આ સિવાય ટ્રેડિશનલ લુકમાં સના ખાનનો લૂક પણ જોવા લાયક છે. તમને જણાવી દઈએ કે સના ખાન તાજેતરમાં જ ભારતીય થ્રિલર સીરીઝ સ્પેશ્યલ ઓપ્સમાં પણ જોવા મળી હતી. આ સિવાય સના ખાન થોડા દિવસો પહેલા પ્રખ્યાત કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ સાથેના તેના બ્રેકઅપને લઈને પણ ચર્ચામાં આવી હતી. હિન્દી ફિલ્મોની સાથે સનાએ મલયાલમ, તમિલ, કન્નડ અને તેલુગુ ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે વર્ષ 2012 માં બિગ બોસનો ભાગ પણ હતી. આ સાથે તે આ શોની ફાઇનલિસ્ટ પણ બની હતી.