મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ BJP (ભારતીય જનતા પાર્ટી)ના પ્રવક્તા સંબિત પાત્રામાં કોરોનાના લક્ષણો મળ્યા છે. જેને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેમને હાલ ગુડગાંવના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે. હાલ સંબિતની તરફથી કોઈ જાણકારી આવી નથી.

ભાજપમાં જોડાઈ ચુકેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ સંબિત પાર્તાના માટે ટ્વીટ પણ કરી દીધું છે. તેમણે સંબિતના જલ્દી જ સારા થવાની પ્રાથના કરી છે.

આપને જણાવી દઈએ કે સંબિત પાત્રા ખુદ પણ ડોક્ટર છે. તે હિંદુ રાવ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર છે. જોકે ચૂંટણી ન જીતી શકનાર પાત્રા ટીવીમાં છવાયેલા રહે છે. હાલ સંબિત પાત્રાને કોરોના છે કે નહીં તેની તપાસ ચાલે છે. (આ લખાય છે ત્યારે). જોકે પહેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ કોરોના પોઝિટિવ આવી ચુક્યા છે. તે મહારાષ્ટ્ર સરકારમાં બીજા કોરોના સંક્રમિત મંત્રી છે. આ પહેલા એનસીપીટી કોટાથી મંત્રી જીતેન્દ્ર અહવાદ સંક્રમિત થયા હતા.