મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ બોલીવુડના અભિનેતા સલમાન ખાનની અપકમિંગ ફિલ્મ ભારતનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મના ટ્રેલરે જાહેર થયાની સાથે જ ધમાલ મચાવી દીધી છે. સલમાનખાન આ ફિલ્મમાં એક અલગ જ લૂક સાથે વાહવાઈ લૂંટે તેવા ડાયલોગ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટ્રેલરમાં જ સલમાનના ઘણા અલગ અલગ લૂક્સ એક સાથે રજૂ કરવામાં આવ્યા છે.

આ ફિલ્મમાં સલમાન ઉપરાંત, કેટરીના કૈફ, દિશા પટની, સુનીલ ગ્રોવર, તબ્બુ, વગેરે જેવા કલાકારોએ ભૂમિકા ભજવી છે. ટી સીરીઝની આગામી ફિલ્મ ભારત દૂનિયાના સૌથી મોટા યુટ્યૂબ ચૈનલ પર લોંચ થનાર પ્રથમ ટ્રેલર બની ગયું છે. લોકો સલમાનની ફિલ્મ ભારતના ટ્રેલરને ઘણું પસંદ કરી રહ્યા છે. અહીં આપ ટ્રેલર જોઈ શકો છો. તે પછી તેનું ટ્રીઝર પણ મુકવામાં આવ્યું છે.

 
 

ફિલ્મનું ટીઝર પણ જુઓ અહીં