મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સલમાન ખાન તેની દરિયાદીલી માટે જાણિતો છે. તેણે ઘણીવાર લોકોની મદદ માટે હાથ લાંબો કર્યો છે. જોકે એ વાત પણ અલગ છે કે સલમાનના જીવનમાં તેની કેટલીક ડાર્ક સાઈડ્સ પણ લોકો સામે આવી છે. પણ હાલ આપણે વાત કરી રહ્યા છીએ તે ઘટનાની જેમાં સલમાને પોતાની દલરિયાદીલીનું વધુ એક ઉદાહરણ આપ્યું છે. જાણવા મળી રહ્યું છે કે સલમાને સિંગિંગ રિયાલિટી શો રાઈઝિંગ સ્ટાર 3ના વિનર આફતાબ સિંહની ફેમિલીનું રૂ. 3 લાખનું દેવું ચુક્તે કરી આપ્યું છે. પંજાબના ફરીદ કોટના રહેનાર 12 વર્ષના આફતાબને શોનો વિનર બન્યા બાદ પ્રાઈઝ મનીમાં 10 લાખ મળ્યા હતા.

ગત દિવસોમાં ભારત ફિલ્મના પ્રમોશન માટે સલમાન ખાન, કો સ્ટાર કેટરીના કૈફ સાથે રાઈઝિંગ સ્ટારના મંચ પર પહોંચ્યા હતા. ત્યારે આદિત્ય નારાયણે કહ્યું હતું કે આફતાબના પિતાએ પોતાના ઘરની છત બનાવવા માટે રૂપિયા 3 લાખની લોન લીધી હતી. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે, સલમાન ખાને આફતાબના પિતાની આ લોન ચુક્તે કરી દીધી છે.

શો દરમિયાન આફતાબે કહ્યું હતું કે તે સલમાનનો ફેન છે. આફતાબે કહ્યું કે તે પોતાના કરિયરમાં એટલી મહેનત કરશે કે એક દિવસ સલમાન ખાન માટે ગીત ગાશે. આફતાબને એક ઈન્ટરવ્યૂમાં પુછાયું કે તે ઈનામમાં મળેલા રૂપિયા દસ લાખું શું રશે. જવાબમાં સિંગરે કહ્યું હતું કે, હું આ પ્રાઈઝ મનીને પોતાના માતા-પિતાને આપી દઈશ, કે જેથી તે મારી બહેનના લગ્નમાં તેને ખર્ચ કરી શકે.

પોતાની જીતને તે પિતાને સમર્પિત કરતાં હે છે કે, મારા પિતા મારી પ્રેરણા છે. તેમણે પોતાની જીંદગીમાં ઘણો સંઘર્ષ કર્યો છે. હું અમિર પરિવારનો નથી. મેં મારા પિતાને મહેનત કરતાં જોયા છે. આ પ્લેટફોર્મ સુધી મને પહોંચાડવા માટે મારા પિતાએ ઘણું કર્યું છે. આ મારી જીત નથી.... તેમની જીત છે.