મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ Bigg Boss 14 Finale: બિગ બોસ 14ની ટ્રોફી માટે સ્પર્ધકોના વચ્ચે જોરદાર ટક્કર શરૂ થઈ ચુકી છે. ફાઈલનમાં ડાંસિંગ ક્વીન નોરા ફતેહી પણ આવી પહોંચી હતી. તેણે આ રમિયાન શો હોસ્ટ સલમાન ખાન સાથે ગરમી સોંગ પર જોરદાર ડાન્સ કર્યો હતો. સલમાન ખાન અને નોરા ફતેહીના ડાન્સને જોઈને દર્શકોએ ખુબ ચીયર કર્યું હતું. સલમાન ખાને પણ નોરા ફતેહી સાથે જોરદાર ડાન્સ કર્યો હતો.

નોરા ફતેહી અને સલમાન ખાન આ દરમિયાન ગરમી સોન્ગના યૂનિક સ્ટેપ્સ કરતા જોવા મળે છે. આ ઉપરાંત મસ્તી કરતા સલમાન શોના મંચથી નીચે પણ પડી જાય છે. બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.