મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ સૈફ હાલના દિવસોમાં તે એક નવા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છે. આ દરમિયાન સૈફની એક તસવીર સામે આવી છે, જેને જોઈને તેના ફેન્સ ચૌંકી જશે. ખરેખર, સૈફ અલી ખાનને જ્યારે કેમેરામાં કેપ્ચર કરવામાં આવ્યો તો તે લોહીથી લથપથ દેખાયો હતો. તેના કપડાઓ પર ખુબ લોહી લાગ્યું હતું અને તે ગાડીમાં બેઠો હતો.

પહેલી નજરમાં આ તસવીરને દેખીને સૈફના ફેન્સને જરૂર ચિંતા થશે પરંતુ જ્યારે તેમને ખબર પડશે કે તેમનો ફેવરીટ એક્ટર કોઈ દમદાર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે તો કદાચ તેમને રાહત થશે.

હાં, સૈફ અલી ખાન હાલના સમયમાં તાનાજી ફિલ્મના શૂટિંગમાં બિઝી છે અને તે શૂટિંગ પૂર્ણ કરીને ઘરે પાછો જઈ રહ્યો છે. ફિલ્મ તાનાજીમાં સૈફ સાથે અજય દેવગણ પણ છે. અજય દેવગણ સૂબેદાર તાનાજી માલુસરેની ભૂમિકામાં છે, જે શિવાજીની સેનામાં સેનાનાયક અને 17મી સદીમાં મરાઠા સામ્રાજ્યના સંસ્થાપક પણ હતા.