મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ માણસ કયારેય પૈસા અને હોદ્દાથી મહાન હોતો નથી, પણ માણસનો વ્યવહાર અને તેની નમ્રતા તેની મહાન બનાવે છે. આ વાત ભારતીય ક્રિકેટ જગતના આ સદીના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર માટે અક્ષરસહ સાચી પડી છે. હવે ભારતીય ક્રિકેટ ટીમને અલવીદા કહી ચુકેલા સચિન તેંંડુલકરની અંદર હજી પણ એક ક્રિકેટર જીવી રહ્યો છે. સચિન તેંડુલકર જેવા વિશાળ કદનો ક્રિકેટર રસ્તા ઉપર રમે તેવું કોઈ માની શકે નહીં, પણ આ વાસ્ત્વીક્તા છે, તાજેતરમાં વારલ થયેલા એક વીડિયોમાં સચીન તેંડુલકર રસ્તા ઉપર ક્રિકેટ રમતા જોવા મળે છે.

વાયરલ થયેલા વીડિયો પ્રમાણે મુંબઈના બ્રાન્દ્રા વિસ્તારમાંથી મોડી રાતે સચિન તેંડુલકર પોતાની કારમાં પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની કારમાંથી જોયું કે બ્રાન્દ્રા વિસ્તારમાં મેટ્રો રેલનું કામ કરી રહેલા મજુરો રાતે કામ બંધ થઈ ગયું હોવાને કારણે અને રસ્તા ઉપર ટ્રાફિક ઓછો હોવાને કારણે મેટ્રો રેલનું કામ કરી રહેલા મજુરો પ્લાસ્ટીકની બેરીકેટને સ્ટમ્પ બનાવી ક્રિકેટ રમી રહ્યા હતા, આ દ્રશ્ય જોઈ સચિનને અચાનક ક્રિકેટ રમવાની ઈચ્છા થઈ અને તે પોતાની ઈચ્છાને રોકી શકયો નહીં. સચિને પોતાની કારના ડ્રાઈવરને કાર રોકવા કહ્યું અને તે કારમાંથી નીચે ઉતર્યો હતો.

રસ્તા ઉપર પસાર થઈ રહેલી એક કાર અચાનક અટકી અને તેમાંથી સચિન ઉતરતા મજુરો ચૌંકી ઉઠી ગયા હતા, કારમાંથી નીચે ઉતરેલા સચિને મજુરોને પુછ્યું કે મારે બે બોલ રમવા છે, તમે મને રમવા દેશો, જ્યારે જે સચિનને આ મજુરોએ ક્રિકેટ રમતા માત્ર ટીવીના સ્ક્રીન ઉપર જોયા હતા, તેઓ પોતાની સામે જ ઊભા છે તેવું મજુરો માની શકતા ન્હોતા. સચિનની વિનંતી મજુરોએ તરત સ્વીકારી અને સચિનના હાથમાં બેટ આપ્યું, સચિન પ્લાસ્ટીકના બેરીકેટની આગળ બેટ લઈ બેટીંગ કરવા માટે ઊભા રહી ગયો.

જે મજુર બોલીંગ કરી રહ્યો હતો, તેણે સચિને પુછયુ કે હું તમને આઉટ કરી શકુ છુને, સચિને કહ્યું જરૂર તમે મને અાઉટ કરી શકો છે, જો કે થોડીવાર સચિન રસ્તા ઉપર ક્રિકેટ રમ્યો હતો, ત્યારે રસ્તા ઉપરથી પસાર થતા અન્ય વાહન ચાલકો સચિનને રસ્તા ઉપર ક્રિકેટ રમતા જોઈ આશ્ચર્ય સાથે ઊભા રહી ગયા હતા, સચિને ત્યાર બાદ પોતાની કારમાં બેસતા પહેલા મજુરો સાથે સ્લેફી પણ લીધી હતી. જુઓ આ આખી ઘટના આ વીડિયોમાં.