દેવલ જાદવ / જયંત દાફડા (મેરાન્યૂઝ.અમદાવાદ): અમદાવાદમાં આવેલા સાબરમતી આશ્રમને વિકસિત કરવાનું સરકાર આયોજન કરી રહી છે ત્યારે ગાંધીમાં આસ્થા રાખનારા વ્યક્તિઓ આશ્રમના વિકાસનો વિરોધ કરી રહ્યા છે. આ વિરોધ અંતર્ગત મહરાષ્ટ્રના વર્ધમાં આવેલા ગાંધીજીના સેવાગ્રામ આશ્રમથી 17 ઓક્ટોબરે એક યાત્રા કાઢવામાં આવી હતી. આ યાત્રા આજે અમદાવાદમાં સાબરમતી આશ્રમ પહોંચી હતી. આ યાત્રામાં 14 અલગ અલગ રાજ્યોમાંથી 55 જેટલા ગાંધીજનો જોડાયા હતા.

સેવાગ્રામ સાબરમતી સંવાદ યાત્રા અમદાવાદ પહોંચ્યા બાદ ગુજરાતના અને અમદાવાદના પણ કેટલાક ગાંધીજન આ યાત્રામાં જોડાયા હતા. સાબરમતી આશ્રમમાં ગાંધીજનએ આશ્રમના દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ગાંધીજીની પ્રાર્થના સભામાં ગાંધીજીને યાદ કરીને રામધૂન કરી હતી. સેવાગ્રામ સાબરમતી સંવાદ યાત્રાના આગેવાનોએ પત્રકાર પરિસદ સંબોધી હતી.

Advertisement


 

 

 

 

 

પત્રકાર પરિસદમાં આગેવાનોએ જણાવ્યું હતું કે, આશ્રમના વિકાસમાં જે પૈસા ઉપયોગમાં લેવામાં આવી રહ્યા તે જ તે જ પૈસા સરકાર દેશની બીજી સમસ્યાઓ જેવી કે ગરબી, ભૂખમરી, બેરોજગારીમાં વાપરીને લોકોનું કલ્યાણ કરી શકે છે. અમારો મુખ્ય મુદ્દો એ છે કે અમારી અસ્થાનો જે ગાંધીએ જે આશ્રમ બનાવ્યાઓ છે એની સાડગ જો ખતમ કરી નાખવામાં આવશે તે અમે સહન કરીશું નહીં. આ દેશ આગળ કેવી રીતે વધે અને દેશની વિરાસ્તને કેવી રીતે બચાવીશું તે આપણો ઉદ્દેશ્ય હોવો જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે સાબરમતીના સંદર્ભે જે વાતો બહાર આવી છે, સાબરમતી આશ્રમને એક ટુરિઝમ પલ્સ બનવવાની વાત છે તેનાથી અમે ગાંધીજનો અસહમત છે. ગાંધી વિચાર દર્શન અને મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે. આ યાત્રા બાદ અમે અહીંયાંથી જ વિરાસત સ્વરાજ યાત્રા દિલ્હીમાં રાજઘાટ સુધી લઈને જઈશું. અમારું હથિયાર અને મૂલ્યો ગાંધીજીના સત્ય અને અહિંસા જ રહેશે.